Surat Video : ચીકલીગર ગેંગના 4 સાગરીતોને ઝડપી પાડી 18 ગુનાઓનો ભેદ ઉકેલાયો

| Edited By: | Updated on: Oct 28, 2023 | 12:27 PM

Surat : નકલી ચાવી બનાવી ચોરી અને લૂંટ કરતી ચીકલીગર ગેંગનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસે ચીકલીગર ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરી રૂપિયા 8.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  આ ટોળકી નકલી ચાવી બનાવીને ચોરી અને લૂંટના ગુનાઓને અંજામ આપે છે. ટોળકીના ઝડપાવાથી બાઇક અને કારની વાહનચોરી તેમજ ઘરફોડ ચોરીના 18 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

ચીકલીગર ગેંગના સાગરીતોની ધરપકડ બાદ ઉધના પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે. ઉધના પોલીસે કીર્તનસિંહ ભાદા, પંચમસિંહ ગુલાબસિંહ ભાદા, દિપસિંગ ઉર્ફે દીપુ ગુજરાત સિંગ કલા અને  રાણા સિંહ અવતારસિંહ અંધરેલીની ધરપકડ કરી છે. ટોળકીના અન્ય બે સાગરીત પણ હોવાનું સામે આવ્યું છે જેમની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો