Surat : સીટી બસમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો, દુર્ઘટના બને તો જવાબદાર કોણ?
Surat : સુરતમાં સીટી બસની મુસાફરી દરમિયાન મુસાફરોએ જીવ જોખમમાં મુક્યો હતો. લાપરવાહ બની બસના દરવાજા પર લટકતા યુવાનનો વિડીયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે સુરતમાં સીટી બસ અને BRTS અકસ્માતની ઘટનાઓ મામલે વિવાદમાં વારંવાર સપડાય છે.બસના અકસ્માત સર્જાયા બાદ બસ ચાલક બેફામ હોવાના રોષ ઉઠે છે પણ આવી ઘટનાઓ માટે જવાબદાર કોણ?
Surat : સુરતમાં સીટી બસની મુસાફરી દરમિયાન મુસાફરોએ જીવ જોખમમાં મુક્યો હતો. લાપરવાહ બની બસના દરવાજા પર લટકતા યુવાનનો વિડીયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે સુરતમાં સીટી બસ અને BRTS અકસ્માતની ઘટનાઓ મામલે વિવાદમાં વારંવાર સપડાય છે જોકે ઘટનામાં માત્ર બસના ચાલક નહીં પણ આવા લાપરવાહ મુસાફર પણ જવાબદાર હોવાનું આ દ્રશ્યો જણાવી રહયા છે.
સુરત સિટી બસમાં જોખમી મુસાફરીનો વાયરલ વીડિયો ચોંકાવનારો છે. આ વીડિયોમાં જોવામળી રહ્યું છે કે મુસાફર બસના દરવાજા પર લટકીને કરી રહ્યા છે મુસાફરી કરી રહ્યો છે. આ બસ સુરત શહેરના ડિંડોલી ઓવરબ્રિજથી સ્ટેશન તરફ જતી હતી જયારે એક જાગૃત નાગરિક દ્વારા તેને કેમેરામાં કેદ કરી વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ઓવરબ્રિજ પરથી 104 નંબરની બસ પસાર થતી હતી ત્યારે મુસાફરોના જીવ જોખમમાં મુકનાર આ સ્થિતિ નજરે પડી હતી. બસના અકસ્માત સર્જાયા બાદ બસ ચાલક બેફામ હોવાના રોષ ઉઠે છે પણ આવી ઘટનાઓ માટે જવાબદાર કોણ?
