Bharuch Video : “પોલીસ મને ક્યારેય ઓળખી નહીં શકે” તેવો બાઈક સ્ટંટ વિડીયો બનાવી પડકાર ફેંકનારને પોલીસે જેલના સળિયા ગણાવ્યા
Bharuch : “પોલીસ મને ક્યારેય ઓળખી નહીં શકે” તેવા ડાયલોગ સાથે રીલ્સ બનાવી Dhoom સ્ટાઈલમાં ઓપોલીસને પડકાર ફેંકનાર આખરે પોલીસના હાથે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અરશદ ઉસ્માન હાફેજી સુલેમાન પટેલ ઉ.વ.૩૨ રહે.ચકલા સ્ટ્રીટ કરમાડ ગામ તા.જી.ભરૂચ નામના યુવાની ધરપકડ કરી છે.

ભરૂચના નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલે tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલો ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. અકસ્માત થાય તેવી સ્થીતીની સર્જન કરનાર સામેં IPC 308 ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કલમહેઠળ ગુનો સાબિત થાય તો સાત વર્ષ સુધીની મુદત સજાની પણ કાયદામાં જોગવાઈ છે. ઉલ્લેખનીય છે કે યુવાને ભરૂચના અકસ્માત ભયગ્રસ્ત વિસ્તાર નર્મદા મૈયા બ્રિજ પર સ્ટંટ કરતો વિડીયો બનાવ્યો હતો.