Surat: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

|

Jul 21, 2022 | 10:10 AM

ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકને પગલે તાપી જિલ્લામાં આવેલો ઉકાઈ ડેમ ઓવરફ્લો થયો છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 2 લાખ 13 હજાર 727 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

Surat: ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકને પગલે તાપી જિલ્લામાં આવેલો ઉકાઈ ડેમ ઓવરફ્લો થયો છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 2 લાખ 13 હજાર 727 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી 1 લાખ 99 હજાર 307 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમની જળસપાટી રૂલ લેવલ 333ને પાર કરીને 333.25 પર પહોંચી ગઈ છે. જેથી ડેમના 22 દરવાજામાંથી 13 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી જિલ્લામાં નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વોક – વે અને રિવર ફ્રન્ટ તાપીના પાણીમાં ગરકાવ

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ અને હથનુર ડેમથી સતત છોડવામાં આવી રહેલા પાણીને પગલે ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા હરસંભવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે બપોરે ઉકાઈ ડેમમાં ઈનફ્લો વધીને 2.70 લાખ ક્યુસેકને પાર કરી ચુક્યો હતો અને સપાટી 333 ફુટને વટાવી જવા પામી છે. જેને પગલે હાલ ઉકાઈ ડેમમાંથી અંદાજે બે લાખ કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીમાં સતત છોડવામાં આવી રહેલા પાણીને પગલે તાપી નદીની સપાટીમાં પણ સતત વધી રહી છે અને આજે બપોર સુધીમાં તાપી તટે આવેલ શનિવારી બજાર અને વોક-વે સહિત રિવરફ્રન્ટ તાપી નદીના પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા.

Next Video