સુરતમાં નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા, જુઓ વીડિયો
રાજ્યમાં ઠેક ઠેકાણે નાશકારક સિરપ ઝડપવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ખેડા બાદ સુરત શહેરમાં પણ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત શહેરના વિવિધ મેડિકલ સ્ટોરમાં SOG અને PCBએ દરોડા પાડ્યા અને કાર્યવાહી કરવામાં આવી. આ દરમ્યાન 2 હજારથી વધુ નશાકારક સિરપનો જથ્થો ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી છે.
હવે નશાકારક સિરપ સામે સુરત શહેરમાં પણ ડ્રાઈવ શરૂ કરાઇ છે. શહેરના વિવિધ મેડિકલ સ્ટોરમાં SOG અને PCBએ દરોડા પાડ્યા છે. જુદી જુદી દવાની દુકાનોમાંથી 2 હજારથી વધુ નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો. ડોક્ટરના પ્રિક્રીપ્શન વગર આ મેડિકલના સંચાલકો વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.
અગાઉ ખેડામાં આયુર્વેદિક દવા પીવાથી મોત ની ઘટના બાદ બાદ રાજ્ય પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. સુરત શહેરમાં પણ બાતમીના આધારે મેડિકલ સ્ટોર પર સુરત SOG અને PCBએ દરોડા પાડ્યા હતા. મોડી રાત્રે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
