Surat: ‘શિવ રેસિડેન્સી’ દુર્ઘટનામાં 48 કલાકે તંત્ર જાગ્યું, કમિશનર અને મેયરે મોડી રાત્રે લીધી મુલાકાત, જુઓ Video

Surat: ‘શિવ રેસિડેન્સી’ દુર્ઘટનામાં 48 કલાકે તંત્ર જાગ્યું, કમિશનર અને મેયરે મોડી રાત્રે લીધી મુલાકાત, જુઓ Video

| Updated on: Dec 19, 2025 | 9:31 PM

શનિવાર સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી ‘શિવ રેસિડેન્સી’માં દીવાલ ધરાશાયી થવાની ઘટનાના 48 કલાક બાદ આખરે તંત્ર મોડે-મોડે એક્શનમાં આવ્યું છે. સ્થાનિક રહીશોના ભારે આક્રોશ અને વિરોધ પ્રદર્શન બાદ મ્યુનિસિપલ કમિશનર અને મેયરે મોડી રાત્રે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

શનિવાર સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી ‘શિવ રેસિડેન્સી’માં દીવાલ ધરાશાયી થવાની ઘટનાના 48 કલાક બાદ આખરે તંત્ર મોડે-મોડે એક્શનમાં આવ્યું છે. સ્થાનિક રહીશોના ભારે આક્રોશ અને વિરોધ પ્રદર્શન બાદ મ્યુનિસિપલ કમિશનર અને મેયરે મોડી રાત્રે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. બેદરકારી બદલ પાલિકાએ નાયબ શહેરી વિકાસ અધિકારી અને આસિસ્ટન્ટ એન્જિનિયરને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

લોકરોષ બાદ મોડી રાત્રે દોડધામ

ઉલ્લેખનીય છે કે, દીવાલ ધરાશાયી થતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અગાઉ લોકો ન્યાય માટે રોડ પર ઉતરી આવ્યા હોવા છતાં પાલિકાના અધિકારીઓ પાસે તેમને મળવાનો સમય ન હતો. જોકે, મામલો ગરમાતા કમિશનર શાલિની અગ્રવાલે આકરા મૂડમાં બિલ્ડરને તાત્કાલિક રીપેરીંગ અને દીવાલ બનાવવાની કામગીરી શરૂ કરવા આદેશ આપ્યા છે.

હાઈ લેવલ કમિટી અને અધિકારીઓ પર તવાઈ

સમગ્ર મામલાની તપાસ માટે એક હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી છે. પાલિકાએ આ મામલે કડક વલણ અપનાવતા નાયબ શહેરી વિકાસ અધિકારી ધર્મેશ પટેલ અને આસિસ્ટન્ટ એન્જિનિયર કેતકી શુક્લાને શો-કોઝ નોટિસ ફટકારી છે. પાલિકાની જ ટીમો અને મશીનરી હાલ સ્થળ પર વોલ બનાવવાની કામગીરીમાં જોતરાઈ છે.

સ્થળાંતરિત રહીશોની ઘરવાપસી માટે પ્રયાસ

પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર જે રહીશોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે, તેમને કઈ રીતે વહેલી તકે પોતાના ઘરે પરત લાવી શકાય તે દિશામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે કોઈ પણ જવાબદારો હશે તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો