Surat: શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવાઇ, સાંસદ દર્શના જરદોશ અને પાટીલે ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

|

Dec 24, 2021 | 2:40 PM

ગાંધીનગર રેલવે સ્ટેશન હાઈટેક બન્યા બાદ ટ્રેનના સ્ટોપેજ માટેની માંગ વધી છે. જ્યારે બીજી તરફ મુંબઇથી અમદાવાદ સુધી જતી શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવા માટેની માંગણી ઘણા સમયથી થઈ રહી હતી.

Surat:  શતાબ્દી ટ્રેનને ઘણાં વર્ષોની માંગ બાદ ગાંધીનગર સુધી લંબાવી છે. આજે સુરત રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચેલી શતાબ્દી ટ્રેનને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી અને સાંસદ દર્શના જરદોશ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ પશ્ચિમ રેલવેના અધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ગાંધીનગર રેલવે સ્ટેશન હાઈટેક બન્યા બાદ ટ્રેનના સ્ટોપેજ માટેની માંગ વધી છે. જ્યારે બીજી તરફ મુંબઇથી અમદાવાદ સુધી જતી શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવા માટેની માંગણી ઘણા સમયથી થઈ રહી હતી. ગાંધીનગર ખાતે કામ અર્થે જતાં લોકોને ટ્રેનની મુસાફરીમાં અમદાવાદ ઉતરી જવું પડતું હતું. ત્યારબાદ બાય રોડ ગાંધીનગર જવું પડતું હતું. જેને કારણે સમયનો વ્યય સાથે મુસાફરીના થાકનો પણ સામનો કરવો પડતો હતો.

મુંબઇ કે દક્ષિણ ગુજરાતથી ગાંધીનગર કામ અર્થે જતાં લોકોની આ સમસ્યા અંગે સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરાઈ હતી. જેને પગલે સુરતના સાંસદ દર્શના જરદોશ હવે જ્યારે કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી છે. ત્યારે આ રજૂઆતને ધ્યાને લઇને શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવી છે. લોક લાગણી અને માંગણીને ધ્યાને લઈને ટ્રેનને હવે ગાંધીનગર સુધી લંબાવવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતની શાળાઓમાં આગામી સત્રથી વૈદિક ગણિત ભણાવાશે, ગુજરાતના શિક્ષણ પ્રધાનએ કરી જાહેરાત

આ પણ વાંચો : IND vs SA: મયંક અગ્રવાલે પૂછ્યું- વાઇસ કેપ્ટન્સી મળવાથી વાળ સફેદ થઈ ગયા? કેએલ રાહુલનો રમુજી જવાબ, જુઓ Video

Published On - 2:39 pm, Fri, 24 December 21

Next Video