Surat: બારડોલીમાં વરસાદે વધારી હાલાકી, ગાંધી કોલોનીમાં લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 11, 2023 | 9:42 PM

Surat: બારડોલીમાં ગાંધી કોલોનીમાં વરસાદી પાણીએ લોકોની હાલાકી વધારી છે. ગાંધી કોલોનીના કેટલાક મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા ઘરવખરીને પારાવાર નુકસાન પહોંચ્યુ છે. અન્ય સામાન પણ પલળી જતા લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.

Surat: સુરતના બારડોલીમાં ગાંધી કોલોનીમાં વરસાદી પાણીએ લોકોની મુશ્કેલી વધારી છે. ગાંધી કોલોનીના કેટલાંક મકાનોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. અન્ય સામાન પણ પલળી ગયો છે. મહત્વપૂર્ણ છે કે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય છે. સ્થાનિકોનો આરોપ છે કે પાલિકા તંત્રને રજૂઆત કરી હોવાછતાં કામગીરી નથી કરાતી.

Tv9ના અહેવાલ બાદ જાગ્યુ કોર્પોરેશન

આ તરફ સુરતમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ ખસ્તાહાલ બન્યા છે. Tv9ના અહેવાલ બાદ આખરે કોર્પોરેશન જાગ્યું છે અને ઉબડખાબડ માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરી. ગજેરા સર્કલ પર વરસાદના કારણે મોટાપાયે રોડનું ધોવાણ થયુ છે. બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ વાત ધ્યાને આવતા Tv9ની ટીમ પહોંચી અને સમગ્ર મામલે અહેવાલ દર્શાવ્યો હતો. અત્યાર સુધી ઊંઘી રહેલા અધિકારીઓ પણ આ અહેવાલ બાદ સફાળા જાગ્યા અને તરત જ સમારકામ શરૂ કરી દીધુ.

આ પણ વાંચો : Surat : લો બોલો ! હવે શાકભાજીની પણ ચોરી, શાકભાજીના વધતા ભાવો વચ્ચે સુરતમાં 17 કટ્ટા બટેકાની ચોરી

Tv9ની ટીમ જ્યારે પહોંચી ત્યારે રસ્તા પર ખાડારાજ હતુ. વાહન ક્યાંથી ચલાવવું તે મોટો સવાલ હતો. જો કે Tv9 પર સ્થાનિકોની સમસ્યાને વાચા આપતો અહેવાલ પ્રસારિત થયા બાદ કોર્પોરેશનની ચીમ પહોંચી હતી અને રસ્તાનું સમારકામની કામગીરી શરૂ થઈ હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો