સુરત રેલવે સ્ટેશને ભગદડની ઘટના : અચાનક મુસાફરોની સંખ્યા વધવાથી ઘટના બની હતી : ગૃહ પ્રધાન
સુરત : આજે સવારે સુરત રેલવે સ્ટેશન પર છપરા જતી તપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પરમુકાઈ ત્યારે ટ્રેનમાં ચઢવા પડાપડી કરતા મુસાફરોમાં ભગદડ મચી ગઈ હતી. અફરાતફરી વચ્ચે ઘણા મુસાફરોની પડી જવાથી અને ગભરામણથી તબિયત લથડી હતી.
સુરત : આજે સવારે સુરત રેલવે સ્ટેશન પર છપરા જતી તપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પરમુકાઈ ત્યારે ટ્રેનમાં ચઢવા પડાપડી કરતા મુસાફરોમાં ભગદડ મચી ગઈ હતી. અફરાતફરી વચ્ચે ઘણા મુસાફરોની પડી જવાથી અને ગભરામણથી તબિયત લથડી હતી. 3 લોકો બેભાન જયારે એક મૃત હાલતમાં પોલીસને મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતા રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે દિવાળીના પર્વ દરમિયાન અચાનક રેલવે સ્ટેશને મુસાફરોની સંખ્યામાં ખુબ વધારો થયો હતો. ટ્રેનમાં ચઢવાની દોડધામમાં ભગદડ મચી હતી. સુરત રેલવે સ્ટેશને વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. આ સાથે પોલીસના ભીડ પાર નિયંત્રણ રાખવાના પ્રયાસ પૂરતા હોવાનું પણ તેમને કહ્યું હતું.
Published on: Nov 11, 2023 02:53 PM
