સુરતના વરાછામાં ખાનગી બસમાં અચાનક આગ લાગી, બે લોકોના મોત

સુરતના વરાછામાં ખાનગી બસમાં અચાનક આગ લાગી, બે લોકોના મોત

author
| Edited By: | Updated on: Jan 18, 2022 | 11:38 PM

સુરતના વરાછા વિસ્તારમાં બસમાં લાગેલી ભયંકર આગમાં એક મહિલા અને અન્ય એકનું દાઝી જતાં મોત થયું છે. આ ખાનગી બસમાં એસી ફાટતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

સુરતના(Surat)  વરાછામાં ખાનગી બસમાં(Private bus )આગ(Fire)  લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બે લોકોમાં મોત નિપજ્યાં છે. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં બસમાં લાગેલી ભયંકર આગમાં એક મહિલા અને અન્ય એકનું દાઝી જતાં મોત થયું છે. આ ખાનગી બસમાં એસી ફાટતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે આ આગમાં એક મહિલા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેમજ આ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ બસમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં પ્રયાસો હાથ ધર્યા છે. તેમજ ઘટનાની જાણ થતાં જે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

વરાછા વિસ્તારમાંથી આ બસની ટ્રીપ હજુ શરૂ થઈ રહી હતી. તે જ દરમિયાન એસીમાં બ્લાસ્ટ થયો..બસમાં હજુ 5થી 7 લોકો જ બેઠેલા હતા. જો કે, આગ લાગતા 3 લોકો વધુ દાઝ્યા હતા..જેમાં એક મહિલા અને અન્ય એક વ્યક્તિનું ગંભીર રીતે દાઝી જતાં મોત નિપજ્યું છે.

જ્યારે અન્ય મુસાફરો સામાન્ય દાઝ્યા છે. આગની ઘટના અંગે જાણ થતાં જ ફાયરની ટીમ આગ પર કાબૂ મેળવવા પહોંચ્યા હતા.  જ્યારે  ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ પણ વાંચો : અમદાવાદ શહેર પોલીસમાં કોરોના બ્લાસ્ટ, સિનીયર અધિકારીઓ કોરોનામાં સપડાયા

આ પણ વાંચો :  GPSC દ્વારા નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ ની પરીક્ષાનું પરિણામ જાહેર, 3,03,384 ઉમેદવારોએ નોંધાવી હતી ઉમેદવારી

Published on: Jan 18, 2022 11:12 PM