અમદાવાદ શહેર પોલીસમાં કોરોના બ્લાસ્ટ, સિનીયર અધિકારીઓ કોરોનામાં સપડાયા
અમદાવાદ શહેર પોલીસમાં પણ કોરોના વિસ્ફોટની સ્થિતિ જોવા મળી રહી છે.ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી, ઝોન 7 ડીસીપી સહિત ઘણા સિનિયર અધિકારીઓ કોરોનામાં સપડાયા છે.
ગુજરાતમાં કોરોનાના(Corona)કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad) શહેર કોરોનાનું એપીસેન્ટર બન્યું છે. અમદાવાદ શહેરમાં 18 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 5998 કેસ નોંધાયા છે. જે શહેર માટે ચિંતાનો વિષય બન્યો છે. જો કે આ દરમ્યાન અમદાવાદ પોલીસમાં(Police)પણ કોરોના વિસ્ફોટ થયો છે. જેમાં શહેર પોલીસના સિનિયર અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે.અમદાવાદ શહેર પોલીસમાં પણ કોરોના વિસ્ફોટની સ્થિતિ જોવા મળી રહી છે.ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી, ઝોન 7 ડીસીપી સહિત ઘણા સિનિયર અધિકારીઓ કોરોનામાં સપડાયા છે. તો ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પણ પોઝિટિવ નોંધાયા છે. આ અગાઉ 17 એપ્રિલે એક જ દિવસમાં 85 પોલીસકર્મી કોરોના સંક્રમિત થતા હવે 300થી વધુ અધિકારીઓ સંક્રમિત થયા છે.જેમાં 2 ACP, 3 PI અને 12થી વધુ PSIનો પણ સમાવેશ થયો છે.
જેમાં મોટા ભાગના પોલીસકર્મીઓ હોમ આઇસોલેશનમાં છે, ત્યારે વધારે પોલીસકર્મીઓ સંક્રમિત ન બને માટે તમામ પોલીસકર્મી પ્રિકૉશન ડોઝ લઈ રહ્યા છે. રોજે-રોજના પ્લાનિંગ મુજબ પોલીસ સ્ટેશન દીઠ રસીના ડોઝ અપાઈ રહ્યા છે. આંકડાકીય માહિતી મુજબ કૃષ્ણ નગર, સોલા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ કોરોનાના કેસ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ કોર્પોરેશને શહેરમાં આઇસોલેશન સેન્ટર ઉભા કરવા નિર્ણય કર્યો છે.આ જ અંતર્ગત સમરસ હોસ્ટેલને ફરીથી આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ હજી શરૂઆત છે પરંતુ જરૂર મુજબ અન્ય હોસ્ટેલ અને જગ્યાએ પણ આઇસોલેશન સેન્ટર બનાવવા વિચારણા ચાલી રહી છે.આ વખતે કોરોનાના કેસ છે પરંતુ સમય થોડો બદલાયો છે એટલે સમયની માગ પ્રમાણે કોર્પોરેશન આઈસોલેશન સેન્ટર્સની તૈયારી કરી રહ્યું છે
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, નવા 17119 કેસ, 10 લોકોના મૃત્યુ
આ પણ વાંચો : TV9 Exclusive : સોખડા હરિધામ મંદિરના ગાદીપતિના વિવાદની બેઠકનો વિડીયો