Gujarati VIDEO : સુરતમાં અસામાજીક તત્વો બેફામ ! યુવતીની જાહેરમાં છેડતી કરનાર લફંગાઓની પોલીસે કરી ધરપકડ

| Edited By: | Updated on: Feb 27, 2023 | 9:26 AM

ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ગણેશ ઉર્ફ ગણિયો રવિન્દ્ર વાઘ નામના યુવકને ઝડપી લીધો. હાલ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. બે યુવતીની જાહેરમાં છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ઘટના સામે આવી હતી. ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ગણેશ ઉર્ફ ગણિયો રવિન્દ્ર વાઘ નામના યુવકને ઝડપી લીધો. ઝડપાયેલો આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. એટલુ જ નહી અનેક વખત ઝેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ

તો આ તરફ રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી જાહેર રસ્તા પર અસામાજિક પ્રવૃતિ કરીને લોકોને હેરાન પરેશાન કરતા હોવાના કિસ્સામાં વધારો થયો છે. માલવિયાનગરમા રસ્તા પર કેક કટિંગની ઘટના બાદ રાજકોટ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને જવાબદારોને પાઠ ભણાવવામાં આવ્યા હતો, જો કે આવા કિસ્સાઓને અટકાવી શકાય તે માટે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો છે.

રાત્રીના સમયે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ડીસીબી, એસઓજી, ક્રાઇમબ્રાંચ, ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા સખ્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Published on: Feb 27, 2023 08:45 AM