Surat : યુવકના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ, પત્ની અને સાળાને શોધવા પોલીસની ત્રણ ટીમ જોતરાઈ

Surat : યુવકના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ, પત્ની અને સાળાને શોધવા પોલીસની ત્રણ ટીમ જોતરાઈ

| Edited By: | Updated on: Aug 29, 2022 | 6:16 PM

મૃતકના માતાની ફરિયાદના આધારે તેની પત્ની અને સાળાને શોધી કાઢવા માટે પોલીસની (Police) ખાસ ત્રણ ટીમ કામે લાગી છે. જેમાં બે ટીમ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં મૃતકની પત્નીને શોધવા તપાસ ચલાવી રહી છે.

સુરતના ઉધનામાં યુવકના આપઘાત કેસમાં પોલીસે (Surat Police)  તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મૃતકના માતાની ફરિયાદના આધારે તેની પત્ની અને સાળાને શોધી કાઢવા માટે પોલીસની ખાસ ત્રણ ટીમ કામે લાગી છે.જેમાં બે ટીમ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં મૃતકની પત્નીને શોધવા તપાસ ચલાવી રહી છે. તો એસીપી અને ડીસીપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ (Police Officers) પણ સંવેદનશીલ કેસ પર ખાસ નજર રાખી રહ્યા છે. મહત્વનું છે કે, સુરતમાં પત્ની અને સાસરિયાના ત્રાસથી એક યુવકે આપઘાત કરી લીધો હતો. રોહિત સિંહ રાજપૂત નામના 27 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલાં તેણે એક સુસાઈડ નોટ (Suicide Note) પણ લખી.જેમાં પોતાની પત્ની અને સાળા વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે.

આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે કે પત્ની સોનમ અને તેના ભાઈ તેને ગૌમાંસ ખાવા માટે મજબૂર કરતા હતા. એટલું જ નહીં મારી નાખવાની ધમકી પણ આપતા હતા. હાલ પોલીસે સુસાઈડ નોટના (Suicide Note) આધારે આરોપી સોનમ અને તેના ભાઈ અખ્તર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

આજે હું દુનિયાને છોડીને જઈ રહ્યો છું…!

સુસાઈડ નોટમાં રોહિત સિંહે લખ્યું છે કે, આજે હું દુનિયાને છોડીને જઈ રહ્યો છું. મારા મૃત્યુનું કારણ મારી પત્ની સોનમ અને તેનો ભાઈ અખ્તર અલી છે. મારા તમામ મિત્રોને અનુરોધ છે કે તમે મને ન્યાય અપાવજો. મને જાનથી મારી નાખવાની ધમકી આપીને માંસ ખવડાવ્યું. હું હવે આ દુનિયામાં જીવવા લાયક નથી એટલે જ હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. તમારો પોતાનો રોહિત સિંહ.

Published on: Aug 29, 2022 06:13 PM