સુરતના આ મંદિરે ભગવાન શિવને કેમ ચડાવવામાં આવે છે જીવતા કરચલા- જુઓ વીડિયો
દેવાધિદેવ મહાદેવના ભાગ્યે જ કોઈ ભક્ત ન હોય તેવુ બને. ભગવાન ભોળાનાથને લોકો ભારે ભક્તિભાવપૂર્વક પૂજતા હોય છે. ત્યારે સુરતમાં એક એવુ શિવ મંદિર આવેલુ છે જ્યાં દર વર્ષની પોષ મહિનાની વદ અગિયારસે મહાદેવને જીવતા કરચલા ચડાવવાની પ્રથા છે. લોકો વર્ષોથી અહીં ભોળાનાથને દર વર્ષે એકવાર તેમની મનોકામના પૂર્ણ થતા જીવતા કરચલા ચડાવવા આવે છે.
આ જે વાત કરવી છે સુરતના એક એવા શિવ મંદિરની જ્યાં ભગવાન શિવની અનોખી રીતે ભક્તિ કરવામાં આવે છે. સુરતના પીપલોદ વિસ્તારમાં તાપી નદીના તટે આવેલા રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં ભોળાનાથને લોકો જીવતા કરચલા ચડાવે છે. આ મંદિરે દર વર્ષે પોષ મહિનાની વદ અગિયારસે ભગવાન શિવને જીવતા કરચલા ચડાવવાની પ્રથા છે. જે વર્ષોથી ચાલી આવે છે અને દર વર્ષની પોષ મહિનાની વદ અગિયારસે મોટી સંખ્યામાં જીવતા કરચલા લઈને ભગવાન શિવને ચડાવવા માટે લોકો ઉમટી પડે છે. સંખ્યાબંધ ભાવિકો ભગવાન શિવને જીવતા કરચલા અર્પણ કરવા માટે આવે છે અને તેમની માનતા પૂર્ણ કરે છે.
કાનમાં રસી થયા હોય તે મહાદેવને જીવતા કરચલા ચડાવવાની લોકો રાખે છે માનતા
મંદિર પ્રશાસન દ્વારા પણ ભાવિકોને કોઈ અગવડતા ન પડે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. ખાસ કરીને કાનમાં રસી થવાની સમસ્યાથી પીડાતા લોકો આ મંદિરે જીવતા કરચલા ચડાવવાની બાધા રાખે છે. અહીં લોકોમાં એવી માન્યતા છે કે આ બાધા રાખવાથી રોગથી મુક્ત થવાય છે. દર વર્ષે લોકો અહીં તેમની માનતા ઉતારવા માટે આવે છે.
આ પણ વાંચો: કટ્ટરવાદનું ઝેર ઓકનારા મૌલાના સલમાન અઝહરીને જુનાગઢ લેવાયો, આજે કરાશે કોર્ટમાં રજૂ, ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
મનોકામના પૂર્ણ થતા લોકો મહાદેવને ચડાવે છે કરચલા
બે ઘડી માન્યમાં ન આવે એવી આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને મોટી સંખ્યામાં લોકો આ પ્રકારની માનતા રાખે છે. ખાસ કરીને નાના બાળકો જેમને કાનમાં રસી થાય છે તેમના માટે આ પ્રકારની માનતા રાખવામાં આવે છે અને મનોકામના પૂર્ણ થતા જીવતા કરચલા ચડાવવામાં આવે છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો