Surat : સુરતના પૂર્ણા વિસ્તારની પ્રાથમિક સમસ્યાઓ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગઈકાલે AAPના કોર્પોરેટરોની આગેવાનીમાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ વચ્ચે મેયર પાછલા દરવાજેથી નીકળતા નજરે પડ્યા હતા. આ સમગ્ર મામલે મેયર હેમાલી બોઘાવાલા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકિરયા સામસામે આવી ગયા છે. બંનેએ એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા છે.
આ પણ વાંચો : Surat: બારડોલીના બાબેન ગામે બકરા ચોરતી ગેંગનો આતંક, ચોરીની ઘટના CCTV કેમેરામાં થઈ કેદ, જુઓ Video
મેયરે દાવો કર્યો કે AAPના અન્ય કોર્પોરેટરો અને લોકો સાથે મુલાકાત થઈ હતી. તેઓને કામ અંગે સમાજાવાયા હતા અને તેઓ સંતુષ્ટ હતા. પરંતુ પાયલ સાકરિયાએ પોતાનું વર્ચસ્વ ઓછું થવાના ડરથી લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. મેયરે લોકોના વિરોધની ઘટનાને પાયલ સાકરિયાના વ્યક્તિગત પ્રચાર અને પ્રચારનું માધ્યમ ગણાવ્યું હતુ. અને પાછલા દરવાજેથી નીકળવા અંગે તેમણે કહ્યું કે- બીજી મીટિંગ હોવાથી તેમને નીકળવું પડ્યું હતું. તો બીજી તરફ પાયલ સાકરિયાએ પણ મેયર પર વળતો પ્રહાર કર્યો.
મહત્વનું છે કે ગઈકાલે સુરતના પુણા વિસ્તારના લોકોએ મનપા કચેરીનો ઘેરાવ કરતાં હતા. મેયરે પાછલા દરવાજેથી ભાગતા નજરે પડ્યા હતા. વિરોધ કરી રહેલા લોકો પ્રમાણે, પૂર્ણા વિસ્તારમાં આવેલી સહયોગ સોસાયટીનો વર્ષ 2006માં કોર્પોરેશનમાં સમાવેશ થયો હતો. જેને વર્ષો વીતી ગયા હોવા થતાં તેમને સારા રસ્તા મળ્યા નથી. તેમજ ગટરના કનેક્શન મળ્યા નથી.
આ અંગે સંખ્યાબંધ વખત રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ ઉકેલ ન આવતાં તેઓ AAPના કોર્પોરેટરોની આગેવાનીમાં રજૂઆત કરવા મનપા કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ તેમને સંતોષકારક જવાબ ન આપીને ટીંગાટોળી કરી બહાર કાઢી મૂકાયા હતા. જેથી તેઓએ મેયરનો વિરોધ કર્યો હતો.