સુરત(Surat)મહાનગરપાલિકાની સામાન્ય સભાની(General Board)બેઠક પૂર્વે વિપક્ષે હેડક્લાર્ક પેપર લીક(Paper leak)મુદ્દે ભારે હંગામો મચાવ્યો હતો. જેમાં સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળે તે પેપર લીક કૌભાંડ મુદ્દે વિપક્ષ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો . જેમાં પાલિકા કચેરીએ પહોંચી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ વિપક્ષના કાર્યકરોએ રામ ધૂન બોલતા બોલતા પાલિકા કચેરી પહોંચ્યા હતા.
જેમાં કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ લઈ પેપર લીક કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરાવવા માંગ કરી હતી. જો કે વિપક્ષના વિરોધના પગલે પાલિકા કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઇ હતી. ઉલ્લેખનીય છે કે રવિવારે પણ સુરતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સમયે પણ અનેક સ્થળોએ પેપર લીક કાંડને લઇને બેનર લગાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત(Gujarat)ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક(Paper leak)કેસના 12 આરોપીઓના રિમાન્ડ(Remand)પ્રાંતિજ કોર્ટે નામંજૂર કર્યા છે. જેમાં મુખ્ય સુત્રધાર જયેશ પટેલ(Jayesh Patel)સહિતના આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરાયા. આ કેસમાં ફરિયાદ નોંધાવવાના પ્રથમ દિવસે ૬ આરોપીની ધરપકડ કરાઈ હતી. તો અન્ય 6 આરોપીના 9 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા.જેથી તમામ 12 આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જેમાં મુખ્ય સૂત્રધાર જયેશ અને દેવલ પટેલના આજે વધુ રિમાન્ડ માટે ડીવાયએસપી દ્વારા માગણી કરવામાં આવી હતી. જો કે કોર્ટે તમામ 12 આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે. આ તમામને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે.
અ પણ વાંચો : Ahmedabad: આમ કેમ ઉજવીશું ઉતરાયણ ? પતંગ-દોરીના ભાવમાં વધારો સાંભળીને તમે ચોંકી જશો
આ પણ વાંચો : Bhavnagar : આખલાએ વૃદ્ધ વ્યક્તિનો લીધો જીવ, વાયરલ વીડિયો જોઇને રુંવાડા ઉભા થઇ જશે
Published On - 5:12 pm, Mon, 27 December 21