Gujarati Video : સુરતના વરાછામાં બિલ્ડરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો, જુઓ વીડિયોમાં કોના પર કર્યા આક્ષેપ

| Edited By: | Updated on: Mar 03, 2023 | 1:29 PM

Surat News : વરાછામાં બિલ્ડરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. બિલ્ડર હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવારમાં હેઠળ છે. ત્યારે સુરતના જાણીતા બિલ્ડર અને દલાલો ત્રાસ આપતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

એક તરફ વ્યાજખોરોના ત્રાસથી સામાન્ય પ્રજા બચી શકે તે માટે સરકાર પુરતા પ્રયત્નો કરી રહી છે. બીજી તરફ હજુ પણ વ્યાજખોરો તેમનો આતંક ઓછો કરવાનું નામ નથી લેતા. સુરતના મોટા વરાછામાં અશ્વિન નામના બિલ્ડરે દલાલ અને બિલ્ડરોના ત્રાસે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે. વરાછામાં બિલ્ડરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

બિલ્ડર હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવારમાં હેઠળ છે. ત્યારે સુરતના જાણીતા બિલ્ડર અને દલાલો ત્રાસ આપતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. 800 કરોડના છેતરપિંડીના આરોપી સુમિત ગોએન્કાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે.

આ લોકો પર લગાવ્યા આક્ષેપ

સુરતમાં એક બિલ્ડરે દલાલો અને બિલ્ડર્સના ત્રાસથી આપઘાત કરતા પહેલાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સુમિત ગોએન્કા સુરતના મોટા બિલ્ડરો પર ગંભીર આરોપ લગાવી રહ્યો છે. સુરતના 6 મોટા બિલ્ડરો જયંતિ ગ્લેરા, અનિલ ભગત, ગુડ્ડુ પોદ્દાર, નીતિન સિંઘલ અને સંજય રાય પર કરોડો રૂપિયા ચાઉ કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં આ તમામ લોકો કરોડો રૂપિયા લઇ પરત ન કરતા હોવાના આક્ષેપ કર્યો છે. જેને લઇ સુરતના બિલ્ડરનો હડકંપ મચ્યો છે. જો કે સુમિત ગોએન્કાના વાયરલ વીડિયોની Tv9 કોઇ પુષ્ટી કરતું નથી.

આપઘાતનો પ્રયાસ કરનારના ભાગીદારે લગાવ્યા ગંભીર આરોપ

બીજી તરફ આપઘાતનો પ્રયાસ કરનાર બિલ્ડર અશ્વિનના ભાગીદાર નિકુંજે ગંભીર આરોપ લગાવ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી બિલ્ડર અશ્વિનભાઇને હેરાન કરાતા હતા હોવાનું નિકુંજે જણાવ્યુ છે. નિકુંજે એમ પણ જણાવ્યુ કે, મોટા વરાછાના જાણીતા બિલ્ડર અને દલાલો દબાણ કરતા હતા. બિલ્ડરો અને દલાલો વારંવાર ટોર્ચર કરી હેરાન કરતા હતા. વારંવારની હેરાનગતિથી કંટાળી અશ્વિનભાઇએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.