Surat: સુરતના PSI ગોસ્વામી સામે DCP એ આપ્યા તપાસના આદેશ, ડાયરામાં બુટલેગરે ઉડાવ્યા હતા પૈસા,જુઓ Video

|

Aug 26, 2023 | 6:11 PM

બુટલેગરોએ પૈસા પીએસઆઈ ગોસ્વામી પર વરસાવ્યા હોવાના આક્ષેપો બાદ હવે સુરત શહેરના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ અમિતા વાનાણીએ તપાસના આદેશ આપ્યા છે. સુરત શહેરના એસીપી બીએસ મોરીને તપાસ સોંપવામાં આવી છે.

સુરત શહેર ટ્રાફિકના પીએસઆઈ એસએફ ગોસ્વામીનો વીડિયો વાયરલ થયો હતો. નવસારીમાં એક ભજન ડાયરાના કાર્યક્રમમાં તેમની પર પૈસાની કડકડતી નોટોનો વરસાદ કરવામા આવ્યો હતો. જેમાં સ્ટેજ પર તેમની સાથે બે લિસ્ટેડ બુલટલેગરો પણ હોવાને લઈ તેમની સામે સવાલો થયા હતા. આ બુટલેગરોએ પણ પૈસા પીએસઆઈ પર વરસાવ્યા હોવાના આક્ષેપો બાદ હવે સુરત શહેરના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ અમિતા વાનાણીએ તપાસના આદેશ આપ્યા છે. સુરત શહેરના એસીપી બીએસ મોરીને તપાસ સોંપવામાં આવી છે અને શનિવાર સાંજ સુધીમાં તપાસ અહેવાલ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

નવસારીમાં એક મંદિરના પાટોત્સવમાં પીએસઆઈ ગોસ્વામી પહોંચ્યા હતા. જ્યાં તેઓ રજા લઈને ગયા હતા કે કેમ તે સહિતની વિગતોનો અહેવાલ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સુરત પોલીસે હવે વીડિયોને આધારે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ  Aravalli: શામળાજી હાઈવે પર કિન્નરોનો વિવાદ, અમદાવાદના વ્યંઢળે આવીને હુમલો કરતા પોલીસે તપાસ શરુ કરી

 સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:40 pm, Sat, 26 August 23

Next Video