સુરતમાં બગડેલા શાકભાજીમાંથી ગેસ બનાવી લાખો રૂપિયાની કમાણી કરાય છે, જાણો અનોખા પ્રોજેક્ટ વિશે વિડીયો દ્વારા

|

Dec 05, 2023 | 7:01 AM

સુરત : સ્વચ્છતાના મામલે સુરત શહેરની ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં નોંધ લેવાઈ રહી છે. સુરતને આ "સ્વચ્છ સૂરત" આપવામાં સૌથી મહત્વની ભૂમિકા અહીંની APMC માર્કેટમાં તૈયાર થયેલા બાયોગેસ પ્લાન્ટની રહી છે.

સુરત : સ્વચ્છતાના મામલે સુરત શહેરની ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં નોંધ લેવાઈ રહી છે. સુરતને આ “સ્વચ્છ સૂરત” આપવામાં સૌથી મહત્વની ભૂમિકા અહીંની APMC માર્કેટમાં તૈયાર થયેલા બાયોગેસ પ્લાન્ટની રહી છે.

દેશનો આ બીજા નંબરનો સૌથી મોટો પ્લાન્ટ માનવામાં આવી રહ્યોછે .આ યોજના ન  માત્ર સુરતને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થઈ રહ્યો છે પણ તેની સાથે “કમાણીનો પ્લાન્ટ” પણ બની ગયો છે.

સુરતના શાકમાર્કેટમાં ખરાબ ફળ અને શાકભાજીનો નિકાલ કરવાની ઉમદા રીત શોધી કાઢી છે. સુરત એપીએમસી બગડેલા ફળો અને શાકભાજીમાંથી ગેસ બનાવીને ગેસ કંપનીને સપ્લાય કરીને મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે.

આ પણ વાંચો : તાપી નદીમાં મરવા પડેલા યુવકનું તેના મિત્ર અને ફાયર બ્રિગેડે જીવ જોખમમાં મુકી કર્યુ રેસક્યુ- જુઓ દિલધડક વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:00 am, Tue, 5 December 23

Next Video