AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : બિહારનાં ભાગલપુરનો બ્રિજ બનાવનાર કંપની પાસે સુરત મેટ્રોનો કોન્ટ્રાક્ટ, કામગીરી પર ઉઠ્યા સવાલ, જુઓ Video

Surat : બિહારનાં ભાગલપુરનો બ્રિજ બનાવનાર કંપની પાસે સુરત મેટ્રોનો કોન્ટ્રાક્ટ, કામગીરી પર ઉઠ્યા સવાલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 11:43 PM
Share

બિહારના ભાગલપુરમાં ધ્વસ્ત થયેલા બ્રિજનુ નિર્માણ કાર્ય કરનાર કોન્ટ્રાક્ટ કંપનીની કામગીરી પર વિરોધ થયા બાદ હવે સુરતમાં આના પડઘા પડ્યા છે. સુરત મેટ્રોનો કોન્ટ્રાક્ટ પણ આ જ કંપની પાસે છે. જેને લઈ હવે કામગીરી પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

Surat: બિહારના ભાગલપુરમાં સર્જાયેલી બ્રિજ દુર્ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે. દ્વારકાના સિગ્નેચર બ્રિજ ઉપરાંત સુરત મેટ્રોનો કોન્ટ્રાક્ટ પણ આ જ કંપની પાસે છે. ભાગલપુર પરનો બ્રિજ બનાવનાર કંપની પાસે સુરત મેટ્રોનો કોન્ટ્રાક્ટ છે. હરિયાણાની એસ.પી.સિંગલા કન્ટ્રક્સન્સ કંપની પાસે સુરત મેટ્રોનું કામ છે. સુરતમાં મેટ્રો માટે આ કંપની બ્રિજ બનાવી રહી છે..જેથી બ્રિજ દુર્ઘટના બાદ સુરતમાં મેટ્રોની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે.

આ પણ વાંચો : મેટ્રોથી બદલાશે સૂરત, પ્રથમ ફેઝમાં બની રહ્યો છે 6.47 કિમીનો અંડરગ્રાઉન્ડ રૂટ, જુઓ Video

મહત્વનુ છે કે બિહારના ભાગલપુરમાં બે દિવસ પહેલા ગંગા નદી પરનો બ્રિજ ધરાશાયી થયો હતો. જેને લઈને બ્રિજની કામગીરી અને તેના કંન્સ્ટ્રક્શન પર સવાલ ઉભા થયા હતા. 1717 કરોડના ખર્ચે બની રહેલો આ બ્રિજ પત્તાના મહેલની માફક તૂટી પડ્યો હતો. આ ઘટનાથી બ્રિજનું નિર્માણ કરી રહેલી હરિયાણાની કંપની એસ.પી. સિંગલાની કામગીરી પર સવાલ ઉભા થયા છે. હવે એક ચિંતાજનક બાબત સામે આવી છે કે આ જ કંપની પાસે દ્વારકાના સિગ્નેચર બ્રિજનો કોન્ટ્રાક્ટ પણ છે. ત્યારે કંપનીના ગુજરાતમાં ચાલી રહેલા કોન્ટ્રાકટને લઇને પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે. જો કે સૂત્રો તરફથી માહિતી મળી છે કે ગુજરાતમાં કંપનીનો કોન્ટ્રાકટ રદ કરવાની હાલ પૂરતી કોઈ વિચારણા નથી. પરંતુ કંપની દ્વારા નિર્માણાધીન કામગીરીનું સતત મોનીટરીંગ થઈ રહ્યુ છે. બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ ત્રણ વાર તેનું ટ્રાયલ કરાશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">