Breaking News : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફર સાથે ગેરવર્તન કરનાર શખ્સ સામે RPFની કાર્યવાહી, જુઓ Video

Breaking News : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફર સાથે ગેરવર્તન કરનાર શખ્સ સામે RPFની કાર્યવાહી, જુઓ Video

| Edited By: | Updated on: Nov 12, 2026 | 12:41 PM

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર શુભમ પાંડે નામના પૂર્વ કર્મચારીએ શૌચાલયના નામે ગેરકાયદેસર પૈસા ઉઘરાવી મુસાફર સાથે ગેરવર્તન કરી મારામારી કરી હતી. ફરિયાદ મળતા RPFએ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફર સાથે બબાલ અને મારામારીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. શુભમ પાંડે નામના એક શખ્સે, જે અગાઉ ત્યાં કલેક્શનનું કામ કરતો હતો, તેણે શૌચાલયના ઉપયોગ માટે ગેરકાયદેસર રીતે પૈસાની ઉઘરાણી કરી હતી. પૈસાની લાલચમાં તેણે એક મુસાફર સાથે ગેરવર્તન કર્યું અને મારામારી પણ કરી.

મુસાફરે આ ઘટના અંગે ફરિયાદ નોંધાવતા RPF સક્રિય બન્યું હતું. RPFએ આરોપી શુભમ પાંડેને ઝડપી પાડ્યો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે ગઈકાલે રાત્રે 8 વાગ્યે તેણે એક યાત્રી સાથે બત્તમીઝી કરી હતી કારણ કે તેની પાસે પૈસા નહોતા.

તેણે પોતાના કૃત્ય બદલ માફી માંગી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની ખાતરી આપી. RPF દ્વારા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવા કિસ્સાઓમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે, જે મુસાફરો માટે સલામતીનો સંદેશ આપે છે.

કેટલા વર્ષમાં એક્સપાયર થઈ જાય છે ટ્રેન, કેટલી હોય છે ટ્રેનની ઉંમર જાણો

Published on: Nov 12, 2026 12:37 PM
Follow Us
Loading...
Unable to load recommendations.