Video : સુરત બેઠક બિનહરીફ જાહેર થશેના સંકેત, 8 માંથી 7 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચ્યાં

|

Apr 22, 2024 | 1:15 PM

સુરત બેઠક પર 8 માંથી 7 ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચી ચૂક્યા છે ત્યારે હવે જો એક ઉમેદવાર બાકી છે તે પણ ફોર્મ પરત ખેંચી લે તો આ બેઠક પર ઈતિહાસ સર્જાય શકે છે. મળતી માહિતી મુજબ થોડીવારમાં અપક્ષ ઉમેદવાર સુરત કલેકટર કચેરીએ પહોંચશે. 8 અપક્ષ ઉમેદવારમાંથી 7 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. એક અપક્ષ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લે તો સુરત બેઠક બિનહરીફ થઈ જશે

સુરત લોકસભા બેઠકને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરિફ જાહેર કરવાની કવાયત તેજ બની છે. મળતી માહિતી મુજબ 8 અપક્ષ ઉમેદવારો માંથી 7 ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે અને અન્ય 1ને પણ મનાવવાની પ્રયાસો થઈ રહ્યા છે.

આ સાથે સુરતમાં ગઈકાલે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું પણ ફોર્મ રદ થઈ ગયુ છે, ત્યારે હવે જો તે બેઠક પર તમામ અપક્ષ ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચી લે તો બેઠક બિનહરીફ થવાની શક્યતા જોવા મળી રહી છે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ સુરત બેઠક પર 8 માંથી 7 ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચી ચૂક્યા છે ત્યારે હવે જો એક ઉમેદવાર બાકી છે તે પણ ફોર્મ પરત ખેંચી લે તો આ બેઠક પર ઈતિહાસ સર્જાય શકે છે.

મળતી માહિતી મુજબ થોડીવારમાં અપક્ષ ઉમેદવાર સુરત કલેકટર કચેરીએ પહોંચશે. 8 અપક્ષ ઉમેદવારમાંથી 7 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. એક અપક્ષ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લે તો સુરત બેઠક બિનહરીફ થઈ જશે. ત્યારે હવે ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ શકે તેવી સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે.

આ પણ વાંચો-સલમાન ખાન ઘર પર ફાયરિંગ કેસની તપાસ સુરતમાં શરુ થઇ, તાપી નદીમાં શોધખોળ, જુઓ Video

આ અંગે આજે બપોરે 3 વાગ્યા સુધીમાં સ્પષ્ટતા થઈ જશે, કારણ કે આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક બિનહરિફ થાય છે કે નહી તેના પર બધાની નજર રહેશે. 73 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત સુરતની બેઠક પર કોંગ્રેસનો એકપણ ઉમેદવાર નહીં હોય, આ બેઠક પર કુંભાણીએ ફોર્મ ભર્યુ હતુ પરંતુ ટેકેદારો તેમજ તેમની સહિ અયોગ્ય ઠરતા ફોર્મ રદ થઈ ગયુ હતુ.

Next Video