Surat: વેસુમાં બિલ્ડરે યુવતીને લગ્નની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ, આરોપી ફરાર, જુઓ Video

| Edited By: | Updated on: May 01, 2023 | 1:28 PM

સુરતના વરાછામાં રહેતા બિલ્ડર પર યુવતીએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ પીડિતાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

સુરતમાં વધુ એક વખત દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સુરતના વેસુમાં બિલ્ડર પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. શહેરના વરાછામાં રહેતા મિલન વિરાણી પર 23 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ પીડિતાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બિલ્ડરે પોતાની જ ઓફિસમાં દુષ્કર્મ આચર્યુ હતુ. વેસુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધતા બિલ્ડર ફરાર થયો છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat: પાંચ વર્ષની બાળકીની હત્યામાં આવ્યો નવો વળાંક, માતાએ જ દિવ્યાંગ બાળકીને ઓટલા સાથે પટકી ઉતારી મોતને ઘાટ

વડોદરામાં વિધર્મી યુવક વિરૂદ્ધ દુષ્કર્મની નોંધાવી હતી ફરિયાદ

થોડા દિવસ અગાઉ વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી યુવકે ફેક્ટરી માલિક તરીકેની ઓળખ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો. આરોપી 22 વર્ષીય યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યો હતો. યુવતી સાથે પરિચય કેળવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતુ. એટલુ જ નહીં યુવતીને દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તો સાથે યુવતી પાસેથી 2.50 લાખ પડાવી લીધા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…