Surat: થોડા વરસાદમાં જ સુરતમાં જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા સુરતીઓ

Surat: થોડા વરસાદમાં જ સુરતમાં જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા સુરતીઓ

| Edited By: | Updated on: Jul 18, 2023 | 11:51 PM

Surat: સુરતમાં વહેલી સવારે ખાબકેલા વરસાદે સુરતને બદસુરત કરીને રાખી દીધુ. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. છતા મેયર કહી રહ્યા છે કે સુરત વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે.

Surat: સુરતમાં વહેલી સવારે ખાબકેલા વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી. સવારના પડેલા વરસાદ બાદ બપોર સુધી સુરતના અનેક વિસ્તારો જળમગ્ન રહ્યા હતા. શાસ્ત્રોમાં જે સાત સાગરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ સાતેય સાગર જાણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વહી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા.

દૃશ્યો જોઈને એવુ લાગે કે અરબ સાગર, હિંદ અને પ્રશાંત સાગર બસ અહીં જ વહી રહ્યા છે. સુરત મનપાએ પ્રિમોન્સુન કામગીરીના નામે સુરતની જનતા સાથે કેવો ઝોલ કર્યો છે, તેની આ દૃશ્યો ચાડી ખાઈ રહ્યા છે. મનપા દર વર્ષે પ્રિમોન્સુનના કામગીરીના નામે જનતાના ટેક્સના પૈસાનું આંધણ કરી નાખે છે અને જનતા પાણી વચ્ચે પિસાતી રહે છે.

દર વર્ષે વરસાદ આવે છે અને સુરત બદસુરત બની જાય છે અને મજાલ છે કે તંત્રને વાળ પણ વાંકો થાય. માત્ર કામગીરીના નામે મોટા મોટા દાવા કરતા તંત્ર દર વખતે નફ્ફટ બની તમાશો જોતુ રહે છે.

આ પણ વાંચો : Surat Rain Video : સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, સર્વિસ રોડમાં પાણી ભરાયા, અંડરપાસ બંધ કરાયા

માત્ર થોડા કલાકોના વરસાદમાં ડ્રીમ સિટી પાણીમાં બેસી ગયુ. સુરતના પુણા વિસ્તાર હોય કે વરાછા વિસ્તાર દરેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા. અહીંના લોકો પારાવાર મુશ્કેલી વેઠી પસાર થતા જોવા મળ્યા પરંતુ આ સત્તાધિશોના પેટનું પાણી પણ હલતુ નથી. સુરતના લિંબાયત વિસ્તારમાં પણ એ જ રસ્તા જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે.

આ માત્ર આ વર્ષની સમસ્યા નથી, આ દર વર્ષે જોવા મળતા દૃશ્યો છે અને છતા નફ્ફટ સત્તાધિશો મોટી મોટી વિકાસની ડીંગો હાંક્યા કરે છે. ઉધનામાં વરસાદી પાણી ભરાયા તો લોકો અઢી કિલોમીટર સુધી ટ્રાફિકજામમાં હેરાન થયા.

Input Credit- Baldev Suthar- Surat

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 18, 2023 11:51 PM
Follow Us
Loading...
Unable to load recommendations.