Surat: સુરતના લાલગેટ વિસ્તારમાં વહેલી NIA નો દરોડો, એક 17 વર્ષિય કિશોરની કરાઈ પૂછપરછ
NIA & SOG raids in Lalgate

Follow us on

Surat: સુરતના લાલગેટ વિસ્તારમાં વહેલી NIA નો દરોડો, એક 17 વર્ષિય કિશોરની કરાઈ પૂછપરછ

| Edited By: | Updated on: Jul 02, 2023 | 3:41 PM

17 વર્ષિય કિશોર સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય તાર ધરાવતો હોવાની વિગતોને લઈ એનઆઈએ અને SOG એ સાથે મળીને દરોડો પાડ્યો હતો. એક કિશોરની પૂછપરછ કરવામાં આવી હતી.

 

સુરતમાં NIA વહેલી સવારે દરોડો કરવામાં આવ્યો છે. શહેરના લાલગેટ વિસ્તારમાં એનઆઈએ દ્વારા દરોડા પાડીને એક કિશોરની પૂછપરછ કરવામાં આવી હતી. 17 વર્ષિય કિશોરને એનઆઈએની ટીમ સ્થાનિક પીસીબી ખાતે લઈ જઈને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. 17 વર્ષિય કિશોર વિદેશના વ્હોટસેપ ગૃપ સાથે જોડાયેલો હોવાના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી હતી. કિશોર જે ગૃપમાં સામેલ છે, એ વ્હોટસેપ ગૃપને લઈ NIA એ તપાસ શરુ કરી હતી.

પૂછપરછ માટે સુરત SOG ની ટીમ પણ જોડાઈ હતી. કિશોપને પીસીબી લઈ જવાયા બાદ જ્યા પુછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન જોકે કેવા પ્રકારની વિગતો સામે આવી છે. એ જાહેર કરવામાં આવી નથી. ઉપરાંત NIA એ પણ કોઈ જ વિગતો હજુ જાહેર કરી નથી.

 

આ પણ વાંચોઃ Asarva Chittaurgarh Train: હવે ઉદયપુર અને ચિત્તોડગઢ અવરજવર કરનારા પ્રવાસીઓને માટે રાહતના સમાચાર, આજથી શરુ થઈ નવી સુવિધા

 

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jul 02, 2023 03:07 PM