Surat : અડાજણ, રાંદેર, ડભોલી, કતારગામ, પાંડેસરામાં વરસ્યો વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video
Rain Update : લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી (Rain) માહોલ છવાયો છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અડાજણ, રાંદેર, ડભોલી, કતારગામ, પાંડેસરા, લિંબાયત, ડીંડોલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે.
Rain Update : લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી (Rain) માહોલ છવાયો છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અડાજણ, રાંદેર, ડભોલી, કતારગામ, પાંડેસરા, લિંબાયત, ડીંડોલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો- ખેડુતો માટે સારા સમાચાર, ખેડા અને મહીસાગર જિલ્લાના 61 ગામના 120 તળાવોમાં સિંચાઇ માટે પાણી અપાશે
બીજી તરફ સુરતના ઓલપાડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કીમ, કુડસડ, કઠોદરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. કીમ ગામના રસ્તા પાણીમાં ડૂબ્યા છે. રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાઇ ગયા છે. સોસાયટીના રસ્તા પર પાણી ભરાતા લોકો પરેશાન થઇ ચુક્યા છે.