સુરત : એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાની ત્રણ સરકારી એજન્સીઓએ સ્વતંત્ર તપાસ શરૂ કરી

|

Nov 30, 2023 | 11:45 AM

સુરત : જિલ્લામાં સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં વિસ્ફોટ સાથે આગ લાગવાની ઘટના બની હતી. અકસ્માત સમયે 27 લોકો આસપાસ હતા. રેસ્કયુટીમને 20 લોકો ઈજાગ્રસ્ત મળી આવ્યા હતા જયારે 7 લાપતા બન્યા હતા જેના આજે સર્ચ ઓપરેશનમાં મૃતદેહ મળી આવ્યા હતા.

સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી જેણે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આજે તમામ 7 મૃતદેહ મળી આવ્યા બાદ તેને પોસ્ટ મોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની પોલીસ , ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને જીપીસીબીએ સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. ઘટનાનું મૂળ કારણ જાણવા તંત્ર તપાસ હાથ ધરી રહ્યું છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:41 am, Thu, 30 November 23

Next Video