સુરતના વરાછામાં મુસાફર ભરેલી બસમાં આગ લાગતાં બેના મોત, મેયર ઇજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચ્યા
સુરતના મેયર પણ ઈજાગ્રસ્તોની માહિતી મેળવવા પહોંચ્યા હતા.ટીવીનાઈન સાથે ટેલિફોનિક વાત કર્યા મુજબ મેયરે કહ્યું કે, બસની પાછળનો કાચ તોડીને મુસાફરોને બહાર કઢાયા હતા. બસ સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગઈ છે.
સુરતના(Surat) વરાછા વિસ્તારમાં ખાનગી બસમાં (Private Bus) ભયાવહ આગ(Fire) ફાટી નીકળી. જેમાં બે મુસાફરોના જીવ ગયા. ખાનગી એસી બસમાં અચાનકની આગ લાગી. એવું અનુમાન છે કે એસી ફાટતા આ આગ લાગી હતી.જેમાં એક મહિલા સહિત બે મુસાફરોના ગંભીર રીતે દાઝી જવાથી કરુણ મોત નિપજ્યા. વરાછા વિસ્તારમાંથી આ બસની ટ્રીપ હજુ શરૂ થઈ રહી હતી. તે જ દરમિયાન એસીમાં બ્લાસ્ટ થયો.બસમાં હજુ 5થી 7 લોકો જ બેઠેલા હતા.જો કે, આગ લાગતા 3 લોકો વધુ દાઝ્યા હતા. જેમાં એક મહિલા અને અન્ય એક વ્યક્તિનું ગંભીર રીતે દાઝી જતાં મોત નિપજ્યું છે.
જ્યારે અન્ય મુસાફરો સામાન્ય દાઝ્યા છે. આગની ઘટના અંગે જાણ થતાં જ ફાયરની ટીમ આગ પર કાબૂ મેળવવા પહોંચ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સુરતના મેયર પણ ઈજાગ્રસ્તોની માહિતી મેળવવા પહોંચ્યા હતા.ટીવીનાઈન સાથે ટેલિફોનિક વાત કર્યા મુજબ મેયરે કહ્યું કે, બસની પાછળનો કાચ તોડીને મુસાફરોને બહાર કઢાયા હતા. બસ સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગઈ છે.
સુરતના વરાછા વિસ્તારમાં બસમાં લાગેલી ભયંકર આગમાં એક મહિલા અને અન્ય એકનું દાઝી જતાં મોત થયું છે. આ ખાનગી બસમાં એસી ફાટતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે આ આગમાં એક મહિલા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat માં કોરોનાના વધતાં કેસો વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગ્રુપ ઓફ ડૉક્ટર્સ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, નવા 17119 કેસ, 10 લોકોના મૃત્યુ