Surat: સબજેલ પાસે ટાંકીનું કરાયુ ડિમોલિશન, ગણતરીની સેકન્ડોમાં થઈ જમીનદોસ્ત- જુઓ Video

|

Jul 16, 2023 | 11:10 PM

Surat: સુરતમાં સબજેલ નજીક આવેલી જર્જરીત ટાંકીનું ડિમોલિશન કરવામાં આવ્યુ. તંત્ર દ્વારા જર્જરીત જોખમી ટાંકીને તોડી પાડવામાં આવી છે. ગણતરીની સેકન્ડોમાં જ ટાંકી ધડાકાભેર જમીનદોસ્ત થઈ હતી.

Surat : સુરતમાં આવેલી સબજેલ પાસે જર્જરીત ટાંકીનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જર્જરીત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી. ટાંકી જમીનદોસ્ત થવાના દૃશ્યો સામે આવ્યા છે. માત્ર ગણતરીની સેકન્ડોમાં જ પાણીની ટાંકી ધડાકાભેર જમીનદોસ્ત કરી દેવામાં આવે છે. જો કે એવી પણ લોક ચર્ચા છે, કે તંત્રએ આયોજન વિના ટાંકીને તોડી પાડી છે. આયોજન વિના આ પ્રકારની કામગીરી જોખમી બની શકે છે અને કોઇ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ ? જો કે ઘટનામાં હાલ નુકસાનીના કોઇ અહેવાલ સામે નથી આવ્યા.

આ પણ વાંચો : Gujarat Video: ખાડે ગયુ તંત્ર! વલસાડથી નાસિકને જોડતા નેશનલ હાઈવે 48 પર દોઢ દોઢ ફુટના ખાડા

આ ટાંકી જોખમી બનતા ઉતારી લેવાઈ હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી છે. જો કે  આ કામગીરી દરમિયાન અહીંથી અવરજવર બંધ કરાઈ હોવાથી લોકોને લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી પડી ન હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video