સુરતમાં 14 વર્ષની કિશોરી પર વારંવાર દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી, કોર્ટે ફટકારી 20 વર્ષની કઠોર કેદની સજા – જુઓ Video

સુરતમાં 14 વર્ષની કિશોરી પર વારંવાર દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી, કોર્ટે ફટકારી 20 વર્ષની કઠોર કેદની સજા – જુઓ Video

| Edited By: | Updated on: May 04, 2025 | 1:25 PM

સુરતમાં 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવનાર આરોપી અંશુસિંઘ ચૌહાણને સુરત કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી છે. સુરત કોર્ટે 10 મહિનામાં આ કેસનો ચુકાદો આપ્યો.

સુરતમાં દુષ્કર્મના વધુ એક કેસમાં આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે. 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવનાર આરોપી અંશુસિંઘ ચૌહાણને સુરતની કોર્ટે 20 વર્ષની સખત સજા સંભળાવી છે. જણાવી દઈએ કે, કોર્ટે 10 મહિનામાં જ આ કેસનો ચુકાદો આપી દીધો છે.

આ દુષ્કર્મની ઘટના સુરતના સચિન GIDC વિસ્તારમાં બની હતી. આરોપીએ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે કિશોરી ગર્ભવતી થઈ ગઈ હતી અને બાળકને જન્મ આપ્યો હતો.

કોર્ટ દ્વારા ફક્ત સજા જ ફટકારવામાં આવી નથી પરંતુ કિશોરીના પરિવારને વસવાટ ખર્ચ તરીકે રૂ. 3.5 લાખનું વળતર ચુકવવાનો પણ આદેશ આપ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો