VIDEO : સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ ? એક દિવસનો અપાયો સમય

|

Apr 20, 2024 | 5:43 PM

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાની શક્યતા છે. આ અંગે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ઉઠાવ્યો વાંધો ઉઠાવ્યો હતો જે બાદ આ મુદ્દે કલેક્ટર ઓફિસે ચર્ચા ચાલી રહી છે અને 4 વાગ્યા સુધીમાં ફોર્મ રદ થશે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ જશે.

સુરતથી લોકસભા ચૂંટણી 2024 ને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતથી કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાની શક્યતા છે. આ અંગે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ઉઠાવ્યો વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ આ મુદ્દે કલેક્ટર ઓફિસે ચર્ચા ચાલી રહી છે અને 4 વાગ્યા સુધીમાં સમય આપવામાં આવ્યો હતો પણ તે મામલે હવે કુંભાણીને આવતીકાલ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ઉમેદવારી ફોર્મ ગઈકાલે ભર્યા બાદ હવે નીલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાની શક્યતાઓ સામે આવી છે. નીલેશ કુંભાણીને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ અપાયુ હતુ. પણ હવે તેમનું ફોર્મ રદ થઈ શકે છે, તેવી શક્યતાઓ સામે આવી રહી છે. જોકે આ અંગે થોડા જ સમયમાં સ્પષ્ટતા થઈ જશે. આ મામલે કલેક્ટરે ઉમેદવારને કલેક્ટર આફિસે બોલાવ્યા છે. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. જેમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહિ હોવા અંગે કહ્યું હતુ. ત્યારે કુંભાણી દ્વારા એક દિવસની માગણી કરવામાં આવી છે ત્યારે કાલે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે.

જોધાણી ધ્વારા ટેકેદારોને લઈને લેખિતમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કુંભાણીના ટેકેદારો સુરત મત વિસ્તારના નથી તેમજ તેમની સહી પણ ખોટી હોવાની માહિતી મળી રહી છે. ત્યારે હવે આ મામલો ચૂંટણી અધિકારી સુધી પહોચ્યો છે. આ સમગ્ર મામલે હાલ કલેક્ટર કચેરી ખાતે તપાસ ચાલી રહી છે.

Published On - 5:07 pm, Sat, 20 April 24

Next Video