નૂપુર શર્માનું સમર્થન કરનારા સુરતના વેપારીને મળી ધમકી, પોલીસે ધમકી આપનાર મહિલા સહિત ત્રણની ધરપકડ કરી

| Edited By: | Updated on: Jul 16, 2022 | 2:07 PM

સુરતના વેસુ વિસ્તારમાં એક વેપારીને નૂપુર શર્માનું સમર્થન કરવા માટે ધમકી મળી રહી હતી. પોલીસે ફરિયાદને આધારે કાર્યવાહી કરતા એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

સુરતના એક વેપારીને નૂપુર શર્મા (Nupur Sharma)નું સમર્થન કરતી એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ (Instagram)પર શેર કરી હતી. આ પોસ્ટ શેર કર્યા બાદ વેપારીને ફોન પર ધમકી મળવાનુ શરૂ થઈ ગયુ હતુ. વેપારીને ફોન પર ‘તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ’ એવી ધમકી મળી હતી. વેપારીએ ધમકી અંગે પોલીસ ફરિયાદ નોધાવી હતી. જેમા સુરત (Surat) પોલીસે કાર્યવાહી કરતા એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે  ભાજપના સસ્પેન્ડેડ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માના નિવેદન બાદ દેશભરમાં વિરોધ થયો હતો. જેમાને નૂપુર શર્માનુ સમર્થન કરનારા લોકોને યેનકેન પ્રકારે ધમકી આપવામાં આવી રહી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમા કેટલાક લોકોને નૂપુરનું સમર્થન કરવા બદલ જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી છે.

આ સમગ્ર બાબતે પોલીસ એક્શનમાં આવી છે. સુરતમાં વેસુ વિસ્તારમાં રહેતા અને વેસુ રોડ પર આવેલા મોલમાં દુકાન ધરાવતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જો કે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. વિશાલ પટેલને મોહમ્મદ અયાન, મોહમ્મદ નઈમ આતસબાજીવાલા, રાશીદ રફિક, ભૂરા આલિયા, મોહમ્મદ અલી ગગન, મુના મલિક, શહેજાદ કટપીસવાલા અને ફૈઝાન નામના આઈડી પરથી ધમકી મળી હતી. પોલીસે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમા એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ ધમકી

નૂપુર શર્માના નિવેદનનો ઠેર ઠેર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક તેનુ સમર્થન પણ કરવામાં આવી રહ્યુ છે. લાંબા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુરતની અંદર પણ એક વિવાદ સામે આવ્યો જેની અંદર એક વેપારીએ Instagram ની અંદર પોસ્ટ મુક્યા બાદ ડીલીટ મારી દેતા કેટલાક લોકોએ તેને ટાર્ગેટ કરીને ધાક-ધમકી આપી હતી જેથી આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા આ બાબતે એક પળની બેદરકારી રાખ્યા વગર તાત્કાલિક ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી. જેમા ટેકનિકલ ટીમની મદદને આધારે ધમકી આપનાર ઈસમો સુધી પહોંચી અને એક પછી એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે.

આ ધમકી આપનારા શખ્સોમાં અન્ય પણ કેટલાક લોકો સામેલ છે તેમની ધરપકડ કરવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે એકતરફ નુપુર શર્મા વિવાદ હવે ધીરે ધીરે શાંત થઈ રહ્યો છે ત્યાં ફરી સુરતની અંદર તેને હવા આપવામાં આવતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ સુરતની અંદર એક યુવકને પણ આ રીતે ધમકી મળતા તેને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું ત્યારે વધુ એક વેપારીને ધમકી મળવાની ઘટના સામે આવતા સુરતમાંથી જ બે ધમકી મળવાના મામલા સામે આવ્યા છે.

નૂપુરનું સમર્થન કરનાર બે લોકોની કરાઈ છે નિર્મમ હત્યા

નૂપુર શર્માએ આપેલા નિવેદન બાદ દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. જેમા કેટલાક લોકો નૂપુર શર્માનું સમર્થન કરતા પણ સામે આવ્યા હતા. જેને લઈને દેશમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો. આપને જણાવી દઈએ કે નૂપુર શર્માનુ સમર્થન કરનારા લોકોને યેનકેન પ્રકારે ધમકી મળવા લાગી હતી. કેટલાક સ્થળોએ નૂપુર શર્માનુ સમર્થન કરવા માટે તે શખ્સની હત્યાના બનાવો પણ સામે આવ્યા જેમા રાજસ્થાનના કન્હૈયાલાલ અને અમરાવતીના ઉમેશ કોલ્હેની નિર્મમ હત્યાના બનાવો પણ સામે આવ્યા હતા.

Published on: Jul 16, 2022 01:37 PM