Breaking News : સુરત કતારગામમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો, ફાયર ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ! જુઓ Video

Breaking News : સુરત કતારગામમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો, ફાયર ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ! જુઓ Video

| Edited By: | Updated on: Sep 26, 2026 | 1:06 PM

સુરત કતારગામમાં મોટી દુર્ઘટના બની. બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં 28 લોકો ફસાયા. સીડી ધરાશાયી થતાં બિલ્ડિંગમાં રહેતા લોકો માટે બહાર નીકળવાનો રસ્તો મુશ્કેલ બની ગયો હતો.

સુરતમાં એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના હોય કે, તો બીજી તરફ સ્લેબ ધરાશાયી થયો હોય. હવે કતારગામના લીંબાચિયા ફળિયામાં સીડી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગની બી વિંગની સીડી તૂટી પડતાં 28 લોકો ફસાઈ ગયા હતા. જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

બાલ્કનીમાં ફસાઈ લોકો

સીડી ધરાશાયી થતાં બિલ્ડિંગમાં રહેતા લોકો માટે બહાર નીકળવાનો રસ્તો મુશ્કેલ બની ગયો હતો. જેના કારણે કેટલાક લોકો બાલ્કનીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં કતારગામ-ડભોલી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું

ફાયર વિભાગની ટીમોએ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બે બિલ્ડિંગ વચ્ચે લેડર બ્રિજ બનાવીને લોકોને એક તરફથી બીજી તરફ સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન બાળકો અને મહિલાઓ સહિત તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.

ઘટના સમયે અંધારું થઈ ગયું હતું અને લાઈટનો પણ અભાવ હતો. તેમ છતાં ફાયર વિભાગના જવાનો અને બચાવ કર્મચારીઓએ રેસ્ક્યુ કામગીરી ચાલુ રાખી હતી. એક બાદ એક લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

લોકો માટે ખાસ તકેદારી રાખવામાં આવી

બિલ્ડિંગમાં ફસાયેલા અશક્ત લોકોને બહાર કાઢવા માટે ખાટલાની મદદ લેવામાં આવી હતી. બચાવ કર્મચારીઓએ અશક્ત લોકોને ખાટલા મારફતે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કોઈ વ્યક્તિ બિલ્ડિંગમાં ઉપર ફસાઈ ન જાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

આ પણ વાંચો, Breaking News : રાજકોટમાં ઓનલાઈન App ના વેરહાઉસમાંથી 596 કિલો વાસી શાકભાજી જપ્ત, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.