Surat Breaking News : રાજ્યમાં નકલી ઘી, તેલ, મસાલા પછી હવે બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video

| Edited By: | Updated on: Jun 19, 2026 | 12:32 PM

સુરતમાં એક મોટા નકલી રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જ્યાં પોલીસે નકલી વર્ઝનના ઉત્પાદન અને વિતરણમાં સંડોવાયેલા એક ઓપરેશનનો પર્દાફાશ કર્યો છે. પોલીસ અને અસરગ્રસ્ત કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મોટા વરાછા વિસ્તારમાં એક વેરહાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્યમાં એક પછી એક નકલીની ભરમાર જોવા મળી રહી છે. નકલી ઘી, નકલી તેલ, નકલી મસાલા, નકલી પોલીસ, નકલી શૂઝ પછી હવે બ્રાન્ડેડના નામે નકલી વોશિંગ પાઉડરનું પણ વેચાણ થઇ રહ્યુ હોય તેવુ સામે આવી રહ્યુ છે. સુરતમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરના નામે મોટા પ્રમાણમાં નકલી પાઉડરનો ખેલ ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડતા નકલી પાઉડરના વેચાણનો આખો કારોબાર ઝડપાયો છે.

નકલી વોશિંગ પાઉડરના ગોરખધંધાનો પર્દાફાશ

સુરતમાં નકલી વોશિંગ પાઉડરના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બ્રાન્ડેડ એરીયલ પાઉડર નામે શખ્સો નકલી પાઉડર બનાવતા હતા. મોટા વરાછાથી આઉટર રિંગરોડ તરફના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા. એરીયલ કંપનીના મેનેજર અને ઉત્રાણ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગોડાઉનમાંથી મોટી માત્રામાં નકલી વોશિંગ પાઉડરનો જથ્થો ઝડપાયો છે. એરીયલ કંપનીના પાઉડરના ડબ્બા, સ્ટીકર અને બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે. ઉત્રાણ પોલીસ દ્વારા 3 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો, ભાવનગર બાદ સોનગઢમાં મેઘરાજાની એન્ટ્રી, મહુવામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી

Follow Us