Surat: દિવ્ય દરબારના સ્થળે પહોંચ્યા બાબા બાગેશ્વર, ગ્રાઉન્ડ ખાતે ભારે જનમેદની ઉમટી, જુઓ Video

| Edited By: | Updated on: May 26, 2023 | 8:12 PM

Surat: સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો છે. બાબાને ધીરેન્દ્ર શાસ્ત્રીને સાંભળવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. જેમા બિહાર, મહારાષ્ટ્રમાંથી પણ લોકો બાબાના દરબારમાં ઉમટ્યા છે.

Surat: લિંબાયત ખાતે નીલગીરી મેદાનમાં બાબા બાગેશ્વર પહોંચ્યા છે. બાબા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં આયોજીત દરબારમાં જોરદાર સ્વાગત થયું. લાખોની ભીડ બાબાની હાજરીથી ઉત્સાહમાં જોવા મળી. ધીરેન્દ્ર શાસ્ત્રી પીઠ પર બિરાજમાન થતાની સાથે જ ગુજરાત અને ગુજરાતીના વખાણ કર્યા. એટલુ જ નહીં પણ બાગેશ્વર સરકારે દરબારની શરૂઆત હિન્દુ રાષ્ટ્રના ઉલ્લેખ સાથે કરી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું જો ગુજરાતના લોકો આવી રીતે સંગઠીત થતા ગયા તો ભારત તો શું અમે પાકિસ્તાન પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું.

આ પણ વાંચો : વિદેશમંત્રી એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતના 5 રાજ્યોના સ્ટુડન્ટ વિઝા પર મૂકેલા પ્રતિબંધ મુદ્દે આપી પ્રતિક્રિયા

બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિરોધીઓને પડકાર પણ ફેંક્યો. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જે સાધુ-સંતો પર તેમની શક્તિ પર સવાલ ઉઠાવે છે તે એક વખત આવે બાગેશ્વર દરબારમાં. બાગેશ્વર સરકારે ગુજરાતની જનતાને કહ્યું કે જ્યાં સુધી સનાતન ધર્મ માટે હું તમને જગાડીશ નહીં ત્યાં સુધી ગુજરાતનો પીછો નહીં છોડુ. બાબા બાગેશ્વર સરકારે સુરતથી ભૂમિ પરથી ગુજરાતી અને ગુજરાતી ભાષાના ભરપેટ વખાણ કર્યા..ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે વિશ્વમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં ગુજરાતી ન પહોંચ્યો હોય.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો