Surat: પતંગના પેચ કાપવામાં કોઈનો જીવ ન કપાય તેનું ધ્યાન રાખવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની અપીલ

|

Jan 14, 2023 | 3:34 PM

હર્ષ સંઘવીએ અપીલ કરી હતી કોઈ ભૂલથી પણ ચાઈનીઝ દોરી કે વધારે કાચવાળી દોરી લઈ આવ્યું હોય તો તેને બાજુ ઉપર મૂકીને જે સામાન્ય દોરી હોય છે તેનાથી જ ઉત્તરાયણની ઉજવણી કરવી જોઈએ. તેમજ તેમણે દોરીઓથી પક્ષીઓને થતા નુકસાન અંગે કાળજી રાખવા પણ ખાસ અપીલ કરી હતી.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી તેમજ તેમણે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે પતંગ ચગવતાં એકબીજાના પેચ કાપવાની પરંપરા છે, પરંતુ આ પેચ કાપવામાં કોઈના જીવનનો પેચ ન કપાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે કહ્યું કે- જો કોઈ ભૂલથી પણ ચાઈનીઝ દોરી કે વધારે કાચવાળી દોરી લઈ આવ્યું હોય તો તેને બાજુ ઉપર મૂકીને જે સામાન્ય દોરી હોય છે તેનાથી જ ઉત્તરાયણની ઉજવણી કરવી જોઈએ. તેમજ તેમણે દોરીઓથી પક્ષીઓને થતા નુકસાન અંગે કાળજી રાખવા પણ ખાસ અપીલ કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલથી માંડીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ચગાવ્યા પતંગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં વાડીગામ વિસ્તારના નવા તળિયાની પોળના ધાબેથી પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છા આપી હતી તેમજ સાવચેતીથી પતંગ પર્વ ઉજવવાની અપીલ કરી હતી. અમદાવાદમાં પોળ વિસ્તારની  ઉત્તરાયણ ઘણી જાણીતી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવ્યા બાદ ચીકીનો આસ્વાદ પણ માણ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં વાડીગામ વિસ્તારના નવા તળિયાની પોળના ધાબેથી પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છા આપી હતી તેમજ સાવચેતીથી પતંગ પર્વ ઉજવવાની અપીલ કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું કે ચાઈનીઝ દોરી મુદ્દે સરકાર કડક પગલાં લઈ રહી છે. આ દોરી કોઈ માટે જીવલેણ સાબિત ન થાય તેનું ધ્યાન રાખવુ જોઈએ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેના આખા પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા અને આરતી કરી હતી. સાથે જ દિલીપદાસજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા. આજે ગૌ દાનનું વિશેષ મહત્વ હોવાથી નાથના દર્શન બાદ અમિત શાહે ગૌશાળામાં ગાય માતાની પણ પૂજા કરી હતી અને  વેજલપુરમાં પતંગ પણ ચગાવ્યા હતા.

Next Video