Surat : કોરોનાના સંભવિત ખતરાને પગલે તંત્ર સર્તક, એરપોર્ટ પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરાઈ

|

Dec 24, 2022 | 2:20 PM

સુરત આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે. જ્યાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવશે, તેમ આરોગ્ય અધિકારીઓ જણાવી રહ્યા છે.

કોરોનાના સંભવિત ખતરાને પગલે રાજ્ય સરકારે સતર્કતા વધારી છે, ત્યારે સુરત એરપોર્ટ ખાતે આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ વિદેશ કે અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોનું રેન્ડમલી ચેકિંગ કરશે. આરોગ્ય વિભાગની તપાસમાં કોઈ મુસાફરમાં કોરોનાના લક્ષણો કે પોઝિટિવિટી જોવા મળશે તો આવા દર્દીઓને હોસ્પિટલમાં આઈસોલેટ કરાશે. સુરત આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે. જ્યાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવશે, તેમ આરોગ્ય અધિકારીઓ જણાવી રહ્યા છે.

વિદેશથી આવતા મુસાફરોના RTPCR ટેસ્ટ કરાશે

તો આ તરફ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આરોગ્ય મંત્રાલયની COVID-19 માર્ગદર્શિકાને લાગૂ કરવા જરૂરી પગલાં લીધા છે. નવીનતમ માર્ગદર્શિકા 24 ડિસેમ્બર 2022થી અમલમાં આવશે. સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે મુસાફરોના RTPCR પરીક્ષણ માટે ICMR અને NABL માન્ય લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરવામાં આવશે. તેમજ માસ્ક ફરજિયાત પહેરાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ હેન્ડ સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરાઈ છે.

સરકારના નિર્દેશોનું પાલન કરવા અપીલ

એરપોર્ટે પ્રશાસને સુનિશ્ચિત કર્યું છે કે અગમચેતીના પગલાં અને આરોગ્ય સલાહના મેસેજ સમગ્ર ટર્મિનલ પર યોગ્ય જગ્યાએ મુકવામાં આવે. સરકાર દ્વારા સમયાંતરે આપવામાં આવતા નિર્દેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી COVID-19ના નવા વેરિએન્ટની અસર ઘટાડવા તમામ જરૂરી પગલાં લઈ રહી છે. મુસાફરોને પણ એરપોર્ટ સ્ટાફને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

(વીથ ઈનપૂટ- બલદેવ સુથાર, સુરત)

Published On - 2:13 pm, Sat, 24 December 22

Next Video