Surat : ચાલુ બાઈકે યુવકને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં લઈ જવાતા સારવાર દરમિયાન થયુ મોત, જુઓ Video

|

Apr 10, 2023 | 11:01 AM

જમીને ઘરે પરત ફરતી વખતે યુવકને ચાલુ બાઇકે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુઃખાવો ઉપડ્તા યુવકને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે હોસ્પિટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયુ છે.

સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. હોટલમાં જમીને ઘરે પરત ફરતી વખતે ચાલુ બાઇકે યુવકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુઃખાવો ઉપડ્તા યુવકને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થયુ હતું. મળતી માહિતી અનુસાર 27 વર્ષિય શનિ નામનો યુવક તેના મિત્રો સાથે હોટલમાં જમવા ગયો હતો. જમીને ઘરે પરત ફરતા સમયે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો.

આ પણ વાંચો : Surat: ઉધનામાં આઈસર ચાલકે યુવતીને અડફેટે લેતા ઘટના સ્થળે નીપજ્યું મોત

હાર્ટ એટેકથી મોત થવાના મુદ્દે કેન્દ્ર સરકાર ચિંતિત

તો બીજી બાજુ હાર્ટ એટેકથી યુવાઓના થઈ રહેલા મોત મુદ્દે કેન્દ્ર સરકાર ચિંતિત છે. હાર્ટ એટેકથી યુવાઓના મોતની તપાસ માટે એક્સપર્ટ ટીમની રચના કરવામાં આવી છે. જેનાથી યુવાઓના આકસ્મિક મોતના કારણો પર ટીમ તપાસ કરશે. હાર્ટ એટેક અંગે એક્ટપર્ટ ટીમના સભ્યો બે પ્રકારે તપાસ કરશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાના આદેશ બાદ ટીમની રચના કરવામાં આવી છે. ICMRએ નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલની મદદથી આકસ્મિક મોતની થવાના કારણોની તપાસ કરવામાં આવશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video