સુરત : 1 વર્ષથી ફરાર ઠગને ડિલિવરી બોય બની પોલીસે પુનાથી ઝડપી પાડ્યો, જુઓ વીડિયો
સુરત : ઈચ્છાપોરે પોલીસે એક કરોડ રૂપિયાની ચીટિંગના ગનામાં છેલ્લાં એક વર્ષથી ફરાર એવા વોન્ટેડ આરોપી નેમેષ ઠક્કરને મહારાષ્ટ્રના પુનાથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ માટે ફૂડ ડિલિવરી બોયનો વેશ ધારણ કરી ઠગ નૈમેષને ઝડપી પાડ્યો છે.

નોંધનીય છે કે એક વર્ષ પૂર્વે આ ઠગે ઇચ્છાપોર જીઆઇડીસીમાં કાગળનો માલ ઓર્ડરથી મંગાવી અન્ય જગ્યાએ ડિલિવરી કરી પૈસા ચાઉં કરી લીધા હતા. રૂપિયા એક કરોડની ઠગાઈ કરી ચીટર નૈમેષ ઠક્કર ફરાર થઈ ગયો હતો. 43 વર્ષીય નેમેષ નરેન્દ્ર બળદેવ ઠક્કર મહારાષ્ટ્રના પુનામાં સંતાયો હોવાની પોલીસને બાતમી મળી હતી. ઝડપાઇ જવાય તે માટે આરોપી મોબાઇલનો ઉપયોગ કરતો ન હતો અને થોડા થોડા દિવસે જગ્યા બદલતો રહેતો હતો.