રાજ્યમાં પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા અવનવા ઉપાયો અજમાવતા હોય છે, પરંતુ સુરતમાં નવી સિવિલ સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થી ચોરી કરવામાં બધાના અવ્વલ રહયા છે. સુરત સરકારી મેડિકલ કોલેજ ના આ પાંચેય વિદ્યાર્થીને MBBSની પરીક્ષા (MBBS exam)માં ચોરી કરતા પકડવામાં આવ્યા છે.
મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મ દરેકે જોઈ જ હશે. આ ફિલ્મમાં એમબીબીએસની પરીક્ષામાં મુન્નાભાઇએ જેવી રીતે ચોરી કરી હતી, તેવી જ રીતે ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાંથી(Surat Government Medical College) પાંચ વિદ્યાર્થીઓ (Students )ચોરી કરતા પકડાયા છે.
MBBD ની પરીક્ષામાં આ વિદ્યાર્થીઓ મોબાઇલમાં પીડીએફમાંથી જવાબ જોઇ લખવાનો પ્રયાસ કરવા ગયા હતા. એવામાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્ક્વોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા. તે પછી યુનિવર્સિટીએ સજાના ભાગરૂપે આ પાંચેય વિદ્યાર્થીને જે તે વિષયમાં ચોરી કરતા પકડાયા છે તે વિષયમાં 0 માર્ક્સ આપવા સાથે સાથે 500 રૂપિયાનો દંડ પણ કર્યો છે.
જાન્યુઆરી મહિનામાં એમબીબીએસના જુદા જુદા યરની ઓફલાઇન પરીક્ષા એટલે કે પેન પેપર મોડથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીની સ્ક્વોર્ડે બીજા વર્ષના ત્રણ અને ત્રીજા વર્ષના પાર્ટ એકના બે એમ કુલ પાંચ વિદ્યાર્થીઓને મોબાઇલ સાથે પકડી લીધા હતા.
સ્ક્વોર્ડે ગેરરીતિનો કેસ બનાવીને યુનિવર્સિટીને મોકલી આપ્યો હતો. જે પછી પાંચેય વિદ્યાર્થીઓનું હિયરિંગ યુનિવર્સિટીએ ગુરૂવારે કર્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેતા જ યુનિવર્સિટીની ફેક્ટ નિયમોને ધ્યાને રાખીને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે રૂ. 500 દંડ કર્યો હતો.
યુનિવર્સિટીમાં ફરી એક વખત વોટ્સ એપ પર ગ્રુપ બનાવી ચોરી કરતા વિદ્યાર્થીઓ પકડાયા છે. આ વિદ્યાર્થીઓ વોટ્સ એપ પર ગ્રુપ બનાવી તેમાં જવાબોના સ્ક્રિનશોર્ટ એક બીજાને મોકલતા હતા. જેથી યુનિવર્સિટીએ આવા પંદરેક વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ સાથે રૂ. 500 દંડ કર્યો હતો.
યુનિવર્સિટીએ ગુરૂવારે ત્રીસેક જેટલા વિદ્યાર્થીઓનું હિયરિંગ કર્યું હતું અને તેમને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે રૂ. 500 દંડ કર્યો છે. આ વિદ્યાર્થીઓ હેડ ફોન લગાડી કે પછી બીજા મોબાઇલમાંથી પીડીએફ ફાઇલમાંથી જવાબ લખતા પકડાયા હતા.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 5:16 pm, Fri, 28 January 22