Surat : નકલી 31 વેબસાઈટ બનાવી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ, રાજસ્થાનના શ્રીગંગાનગરથી આરોપીની ધરપકડ

| Edited By: | Updated on: Sep 12, 2023 | 10:10 AM

સુરતમાં નકલી આધારકાર્ડનું કૌભાંડ (fake Aadhaar card scam) સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મુખ્ય સૂત્રધારે અત્યાર સુધીમાં 2500 આઈડી વેચ્યાનો ખુલાસો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરના મુખ્ય આરોપી સોમનાથની ધરપકડ કરવામાં આવી છે. નકલી આધારકાર્ડમાં આરોપીએ 31 વેબસાઈટ બનાવી નકલી દસ્તાવેજોની લ્હાણી કરી હોવાનું સામે આવ્યુ છે.

Surat : સુરતમાં નકલી આધારકાર્ડનું કૌભાંડ (fake Aadhaar card scam) સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મુખ્ય સૂત્રધારે અત્યાર સુધીમાં 2500 આઈડી વેચ્યાનો ખુલાસો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરના મુખ્ય આરોપી સોમનાથની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો- સુરત અને ભાવનગરને પણ મળશે નવા મેયર, મહાનગરપાલિકામાં 11 સભ્યોની ભાજપના મેન્ડેટ પ્રમાણે થશે જાહેરાત

નકલી આધારકાર્ડમાં આરોપીએ 31 વેબસાઈટ બનાવી નકલી દસ્તાવેજોની લ્હાણી કરી હોવાનું સામે આવ્યુ છે. આરોપી 5 પાસ શખ્સ આઈડી-પાસવર્ડ વેચીને લાખો કમાયો હોવાનું સામે આવ્યુ છે.આરોપી 15થી 20 રૂપિયા લઈને નકલી દસ્તાવેજો કાઢી આપતો હતો. ડિસ્ટ્રીબ્યુટર માટે આરોપીએ રૂપિયા 199 ફી રાખી હતી.

અત્યાર સુધીમાં આરોપીએ અનેક લોકોને નકલી આધારકાર્ડ બનાવી આપ્યા છે. ત્યારે પોલીસે અત્યાર સુધીમાં આરોપીએ કેટલાક લોકોને ક્યા કયા રાજ્યોમાં આધારકાર્ડ કાઢી આપ્યા તેની તપાસ શરુ કરી છે. સાથે જ આ ગુનામાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે. તે પણ તપાસ શરુ કરી છે.

 સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો