સુરત : દર્દીઓ પર ઇલાજના નામે અખતરાં કરતા 3 ઝોલાછાપ તબીબ ઝડપાયા, જુઓ વીડિયો

|

Mar 20, 2024 | 10:30 AM

સુરતમાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો છે. ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા 3 બોગસ તબીબ ઝડપાયા છે. આ ઝોલાછાપ તબીબ અલગ અલગ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા જે સમય જતા જાતે તબીબ બની બેઠાં હતા.

ત્રણેય બોગસ તબીબોએ ક્લિનિક શરૂ કરી દીધા હતા. ડીંડોલીના ત્રણ અલગ અલગ સ્થળો પર ક્લિનિક ચલાવતા હતા. SOGએ ત્રણેયની ધરકપડ કરી દવા, ઈન્જેક્શન સહિતનો તબીબી સમાન જપ્ત કર્યો છે.

તબીબી ક્ષેત્રના જાણકારો અનુસાર આ ઝોલાછાપ તબીબો કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી દવાઓના નામ જાણી લેતા હોય છે પણ દર્દીની શારીરિક સ્થિતિના આધારે કેટલી મહત્તમ ડોઝની માત્રા આપવી તેનો અનુભવ ધરાવતા નથી અને અખ્તર કરી દર્દીનો જીવ જોખમમાં મુકતા હોય છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video