સુરતમાં 24 હજાર વિદ્યાર્થીઓ દ્વારા 15 કિલોમીટર લાંબી ‘માનવ સાંકળ’ રચવામાં આવી, જુઓ વીડિયો
સુરત : સુરત શહેરમાં આજે 'માનવ સાંકળ' યોજવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 'માનવ સાંકળ' રચવામાં આવી હતી. 43 શાળા અને 22 કોલેજના વિદ્યાર્થીઓએ 'માનવ સાંકળ' રચીહતી.
સુરત : સુરત શહેરમાં આજે ‘માનવ સાંકળ’ યોજવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘માનવ સાંકળ’ રચવામાં આવી હતી. 43 શાળા અને 22 કોલેજના વિદ્યાર્થીઓએ ‘માનવ સાંકળ’ રચી હતી. વિદ્યાર્થીઓ દ્વારા 15 કિલોમીટર લાંબી ‘માનવ સાંકળ’ રચવામાં આવી હતી. આશરે 24 હજાર વિદ્યાર્થી હાથથી હાથ જોડી ટ્રાઈ કલર બેન્ડ સાથે સુંદર દ્રશ્ય રચશે.
ટ્રાય કલર બેન્ડ બાંધી ગ્રીન સિટી, ક્લીન સિટી અને સેફ સીટીનો મેસેજ આપશે. સુરત શહેર પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે કાર્યક્રમનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રીની આગમન પહેલા સ્વચ્છતા સહિત મેસેજ આપવાનો પ્રયાસ કરાયો છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય મંત્રી મુકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહયા હતા.
પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંક્શન અને વાયજંક્શન થી ચોસઠ જોગણી મંદિર સુધી ‘માનવ સાંકળ’ રચવામાં આવશે. 15 કિમીની ‘માનવ સાંકળ’ 30 બ્લોકમાં રચવામાં આવશે.
