Rajkot Video : સુલતાનપુરમાં બનેલો હનીટ્રેપના કેસનો ભેદ ઉકેલાયો, LCB એ એક મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી

|

Mar 22, 2024 | 4:52 PM

રાજકોટના ગોંડલના સુલતાનપુરમાં બનેલો હનીટ્રેપના કેસનો ભેદ ઉકેલાયો છે. LCB એ જૂનાગઢ અને રાજકોટના 4 શખ્સો અને એક મહિલાને ઝડપી પાડી છે. મહિલાએ ફોન પર મિત્રતા કેળવીને રૂપિયા 23.5 લાખ પડાવ્યા હતા.

રાજ્યમાં કેટલીક વાર હનીટ્રેપની ઘટના સામે આવતી હોય છે.  ત્યારે રાજકોટના ગોંડલના સુલતાનપુરમાં બનેલો હનીટ્રેપના કેસનો ભેદ ઉકેલાયો છે. LCB એ જૂનાગઢ અને રાજકોટના 4 શખ્સો અને એક મહિલાને ઝડપી પાડી છે. મહિલાએ ફોન પર મિત્રતા કેળવીને રૂપિયા 23.5 લાખ પડાવ્યા હતા. તેમજ મોરબીના વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ખંખેર્યા હતા.પાંચે આરોપી પાસેથી 18.46 લાખ રોકડ સહિત 21.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અગાઉ સુરતના જકાતનાકા પાસે આવેલા મકાનમાં બોલાવી વેપારીને હની ટ્રેપમાં ફસાવાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. વેપારીને હનીટ્રેપમાં ફસાવી 30 લાખનો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. નકલી પોલીસ બની આવેલા 4 શખ્સોએ તોડ કર્યો હતો. આ ઘટનામાં 4 લોકો સામે ફરિયાદ નોનદી પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો..

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video