વડોદરાના જાંબુઆ GETCO ના સબ સ્ટેશનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. ગેટકો સ્ટેશનમાં આગ લાગવાને લઈ થોડીકવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આસોજ લાઈનમાં આગની ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક જાણકારી મુજબ તાપમાનમાં બદલાવને લઈ લોડ વધવાથી સ્ટેશનમાં ટ્રાન્સફોર્મરમાં ટેમ્પરેચર વધતા આગ લાગી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. ઈન્સ્યુલેટરમાં લાગેલીની આગને કાબૂમાં લેવા માટે ઝડપથી પ્રયાસ થતા આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યુ હતુ.
હાઈટેન્શન વીજ લાઈન ધરાવતુ સ્ટેશન હોવાને લઈ આગ પર કાબૂ મેળવવામાં શરુઆતમાં મુશ્કેલી આવી હતી. ફાયરની ટીમો સ્થળ પર પહોંચી હતી પરંતુ હાઈટેન્શન વીજ લાઈનને લઈ અંદર જવામાં સમસ્યા સર્જાઈ હતી. જોકે ડ્રાય કેમિકલ અને કાર્બન ડાયોક્સાઈડ ગેસની મદદ વડે આગ પર કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. શરુઆતમાં સ્થાનિક કર્મચારીઓ દ્વારા આગને પ્રસરતી અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગને લઈ આસોજ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
Published On - 11:26 pm, Fri, 11 August 23