સુરતના વિદ્યાર્થીઓએ અલગ રીતે ઉજવ્યો વેલેન્ટાઈન ડે, પીએમ મોદીને વિદ્યાર્થીઓ આપશે 151 ગોલ્ડ રોઝ ટ્રી , જૂઓ Video
સુરતની ઑરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જરા હટકે સ્ટાઈલમાં વેલેન્ટાઈન ડે ઉજવવાનું પ્લાનિંગ કર્યું છે.ઑરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને વેલેન્ટાઈન ટ્રી બનાવ્યું છે.જે પીએમ મોદીને વિદ્યાર્થીઓ આપશે. 151 ગોલ્ડ રોઝથી આ વેલેન્ટાઇન ટ્રી બનાવવામાં આવ્યું છે.
સુરતની ઑરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જરા હટકે સ્ટાઈલમાં વેલેન્ટાઈન ડે ઉજવવાનું પ્લાનિંગ કર્યું છે.ઑરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને વેલેન્ટાઈન ટ્રી બનાવ્યું છે.જે પીએમ મોદીને વિદ્યાર્થીઓ આપશે. 151 ગોલ્ડ રોઝથી આ વેલેન્ટાઇન ટ્રી બનાવવામાં આવ્યું છે.વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે દેશના પીએમ મોદી તેમના આદર્શ છે..હરહંમેશ તેઓ વિદ્યાર્થીની ચિંતા કરતા હોય છે.પીએમ મોદી વિદ્યાર્થીઓના યુથ આઇકોન છે.આ રોઝ ગોલ્ડની પીએમ મોદીને કાયમી માટે યાદગીરી રહે એટલા માટે ગિફ્ટ કરવા માગીએ છીએ.
તો વેલેન્ટાઇન ટ્રી બનાવનારનું કહેવું છે કે ઓરો યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થી અમારી પાસે આવ્યાં હતા અને પીએમને ગિફ્ટ આપવાની તૈયારી બતાવી હતી.જેથી અમે વિદ્યાર્થીઓનો ગોલ્ડ રોઝનો કોન્સેપ્ટ આપ્યો હતો.લાલ ગુલાબ સમયે મુરજાઇ જાય છે જ્યારે આ ગોલ્ડ રોઝ હરહંમેશ માટે એમ જ રહે છે.