યુક્રેન અભ્યાસ કરવા ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ પરત ફર્યા, એર કંપનીઓએ ટિકિટના ભાવ ડબલ વસુલ કર્યાનો વાલીઓનો આક્ષેપ

| Edited By: | Updated on: Feb 21, 2022 | 8:27 AM

યુક્રેનથી મોટાભાગના લોકો ભારત પરત ફરી રહ્યા છે તેને જોતા એર કંપનીઓએ ટિકિટના ભાવ ડબલ કરી નાખ્યા હોવાનો આક્ષેપ પણ વાલીઓ કરી રહ્યા છે. જોકે કોઈપણ સંજોગોમાં પોતાના બાળકોને વતન સુધી પહોંચાડવા વાલીઓ ડબલ કિંમતે પણ ફ્લાઇટ ટિકિટનું બુકિંગ કરાવી રહ્યા છે.

ગુજરાત (Gujarat)થી અભ્યાસ કરવા યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ (Students)પરત ફર્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ સહિત 15થી 20 લોકોનું અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર આગમન થયું છે. વિદ્યાર્થીઓ પરત ફરતાં વાલીઓએ હાશકારો અનુભવ્યો છે.

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ હજુ પણ યથાવત્ છે. છેલ્લાં કેટલાય દિવસોથી સતત તણાવભર્યું વાતાવરણ સર્જાયેલું છે. બંને દેશો વચ્ચે સામ-સામે આરોપો થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ શરુ થઇ શકે છે. ત્યારે ભારતના મોટાભાગના વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ સહિત 15થી 20 લોકોનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ યુક્રેનના બોર્ડર વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે.. અને શહેરોમાં પણ લોકોની અવરજવર ઓછી થઈ રહી છે. કોલેજોમાંથી વિદ્યાર્થીઓને પોતાના વતન જવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે. બીજીતરફ ભારતીય દૂતવાસ દ્વારા પણ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને યુક્રેન છોડી દેવા સલાહ આપવામાં આવી રહી છે.

યુક્રેનથી મોટાભાગના લોકો ભારત પરત ફરી રહ્યા છે તેને જોતા એર કંપનીઓએ ટિકિટના ભાવ ડબલ કરી નાખ્યા હોવાનો આક્ષેપ પણ વાલીઓ કરી રહ્યા છે. જોકે કોઈપણ સંજોગોમાં પોતાના બાળકોને વતન સુધી પહોંચાડવા વાલીઓ ડબલ કિંમતે પણ ફ્લાઇટ ટિકિટનું બુકિંગ કરાવી રહ્યા છે.

અમેરિકાની વાત માનીએ તો આવનારા થોડા દિવસોની અંદર, રશિયા યુક્રેન પર મોટો હુમલો કરવા જઈ રહ્યું છે. બ્રિટનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે યુક્રેન માટે સૌથી ખરાબ સંભાવના એ છે કે આગામી અઠવાડિયા સુધીમાં રશિયા હુમલો કરી શકે છે. ઝડપથી બદલાતા સંજોગો વચ્ચે હવે ઘણા દેશો તેમના નાગરિકોને યુક્રેનથી પાછા આવવા માટે કહી રહ્યા છે. જર્મની અને ઓસ્ટ્રિયાએ નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડવા માટે કહ્યું છે. ત્યારે ભારતના નાગરિકો પણ આ સ્થિતિ વચ્ચે પરત ફરી રહ્યા છે.

આ પણ વાંચો-

Ahmedabad: સંધિવાની બીમારીથી પીડિત દર્દીઓને હવે કાપ કૂપ વિના મળી શકશે સારવાર, જાણો અનોખી પદ્ધતિ વિશે

આ પણ વાંચો-

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં નવા આક્ષેપ સાથે રેસિડેન્ટ ડોક્ટર્સની ફરી હડતાળ, વારંવાર થતી હડતાળને લઇ ઉઠ્યા સવાલ