Patan Video : સુજાણપુરમાં તિરંગા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત, એસિડ પી વિદ્યાર્થીએ ટુંકાવ્યું જીવન

Patan Video : સુજાણપુરમાં તિરંગા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત, એસિડ પી વિદ્યાર્થીએ ટુંકાવ્યું જીવન

| Edited By: | Updated on: Aug 24, 2023 | 4:12 PM

એસિડ પી અરૂણ પટણી નામના નર્સિંગના (Nursing) વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું છે. બે વિષયમાં નાપાસ થતાં વિદ્યાર્થીએ (Student) એસિડ પીધું હતું. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

Patan : પાટણના સુજાણપુરમાં તિરંગા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત (Suicide) કરી લેતા અરેરાટી વ્યાપી છે. એસિડ પી અરૂણ પટણી નામના નર્સિંગના (Nursing) વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું છે. બે વિષયમાં નાપાસ થતાં વિદ્યાર્થીએ (Student) એસિડ પીધું હતું. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે તિરંગા નર્સિંગ કોલેજમાં આચાર્ય અને પ્રોફેસર મૃતકને ત્રાસ આપતા હતા. માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થી છેલ્લા છ મહિનાથી કોલેજ ન જતો હોવાનો પણ પરિવારજનોએ દાવો કર્યો છે. સાથે જ મૃતકના સગાએ કોલેજના આચાર્ય અને પ્રોફેસર સામે દુષ્પ્રેરણાની સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ ફરિયાદ થતાં કોલેજ સંચાલકોએ આચાર્ય અને પ્રોફેસરને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો- Surat Video : કલાસીસ સેન્ટર સહિત અનેક એકમો પર GST વિભાગના દરોડા, 40 કરોડ રુપિયાથી વધુની કરચોરી પકડાઈ

 પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો