Vadodara Video: ફાયર વિભાગની ટ્યુશન ક્લાસીસ પર તવાઈ! વાયરિંગ નબળું હોવાથી 3 કોચિંગ ક્લાસ સિલ કરાયા

|

Sep 17, 2023 | 7:25 AM

વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલા 3 ટ્યુશન ક્લાસને ફાયર વિભાગે સીલ કરી દીધા છે. આ ટ્યુશન ક્લાસ વારસિયા રિંગ રોડ પરના ચતુરભાઇ કોમ્પલેક્ષમાં આવેલા છે. કોમ્પલેક્ષમાં આવેલા જાગૃતિ, સાર્થક અને સ્પીક વેલ કોચિંગ ક્લાસમાં વાયરિંગ નબળી હાલતમાં હોવાનું સામે આવ્યું હતુ.આ અગાઉ કોમ્પલેક્ષમાં આવેલા ક્લાસિસ પૈકીના એક જાગૃતિ કોચિંગ ક્લાસમાં આગ લાગી હતી.

Vadodara  : વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલા 3 ટ્યુશન ક્લાસને ફાયર વિભાગે સીલ કરી દીધા છે. આ ટ્યુશન ક્લાસ વારસિયા રિંગ રોડ પરના ચતુરભાઇ કોમ્પકેલ્સમાં આવેલા છે. કોમ્પલેક્સમાં આવેલા જાગૃતિ, સાર્થક અને સ્પીક વેલ કોચિંગ ક્લાસમાં વાયરિંગ નબળી હાલતમાં હોવાનું સામે આવ્યું હતુ.

આ પણ વાંચો : Vadodara : નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ત્રણ તાલુકામાં એલર્ટ અપાયું, 25થી વધુ ગામને સર્તક રહેવા સૂચના, જુઓ Video

આ અગાઉ કોમ્પલેક્ષમાં આવેલા ક્લાસિસ પૈકીના એક જાગૃતિ કોચિંગ ક્લાસમાં આગ લાગી હતી. જેને લઇ ફાયર વિભાગે તપાસ કરી. તો નબળુ વાયરિંગ હોવાના કારણે ક્લાસિસમાં આગની ઘટના બની હોવાનું સામે આવ્યુ હતુ. જેથી ફાયર વિભાગે ટ્યુશન ક્લાસને સીલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં લાગી હતી આગ

તો આ અગાઉ દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. દાહોદના જેકોટ ગામ ખાતે મેમુ ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. 09350નંબરની મેમુ ટ્રેન દાહોદથી આણંદ જતી  હતી. જે દરમિયાન એન્જીન પાસે જોડાયેલ ફર્સ્ટ કલાસના ડબ્બામાં આગ લાગી હતી.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video