Gujarati Video : પાટણના જલારામ રોડ પાસે આખલા યુદ્ધથી વાહનોને થયુ નુકસાન, સ્થાનિકોએ આખલા યુદ્ધ રોકવાનો કર્યો પ્રયાસ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 13, 2023 | 9:25 AM

પાટણમાં ફરી એક વાર રખડતા ઢોરોનો આતંક સામે આવ્યો છે. જલારામ રોડ પાસે મુખ્ય માર્ગ વચ્ચે બે આખલા બાખડતા જોવા મળ્યા છે. આખલાઓના યુદ્ધના કારણે કેટલાંક વાહનોને નુકસાન થયું છે. તેમજ લોકો વાહન મૂકીને ભાગવા મજબૂર બન્યા હતા.

patan : પાટણમાં ફરી એક વાર રખડતા ઢોરોનો આતંક સામે આવ્યો છે. જલારામ રોડ પાસે મુખ્ય માર્ગ વચ્ચે બે આખલા બાખડતા જોવા મળ્યા. આખલાઓના યુદ્ધના કારણે કેટલાંક વાહનોને નુકસાન થયું છે. તેમજ લોકો વાહન મૂકીને ભાગવા મજબૂર બન્યા હતા. રખડતા ઢોરોના કારણે સ્થાનિક લોકો અને દુકાનદારો પણ પરેશાન થઇ ગયા છે.

આ પણ વાંચો :Patan: વારાહી પોલીસ મથકના કોન્સ્ટેબલે લીધી લાંચ, પોલીસે કરી કાર્યવાહી, જુઓ Video

જો કે સ્થાનિકોએ આખલાઓ પર પાણી નાંખીને પણ યુદ્ધ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સવાલ એ છે, કે પાટણમાં રખડતા ઢોરોથી છુટકારો ક્યારે મળશે? શું કોઇ મોટી દુર્ઘટના થયા બાદ જ તંત્ર કાર્યવાહી કરશે?. તંત્ર રખડતા ઢોરો સામે કાર્યવાહી નહીં કરે તો અનેક દુર્ઘટના સર્જાતી રહેશે.

 પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો